________________
-
-
-
-
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
४६७ શકશે. એની ઈચ્છાઓ ફળે, એના દે ઢંકાય અને એનો અભ્યદય કેમ થાય, એવું મનમાં થયા જ કરે તેમ જ એની દુર્દશાથી અત્યન્ત દુખિત થવાય અને એના અસ્પૃદયથી અત્યંત રાજી થવાય-એમ પણ બને જ. આ બધું કરવું પડે નહિ, પણ થઈ જ જાય. એટલે ગુર્નાદિકની પ્રત્યે ભક્તિમતી પ્રીતિને પેદા કરવાનો પ્રયત્ન ચાલુ જ રાખવું જોઈએ. બહુમાનમાં બહુ મટે વાંધો પડી ગયો છે?
આ વાતને તમે વર્તમાન વાતાવરણની સાથે જરા સરખાવી જૂઓ. આજે બહુમાનનો કેટલો બધો નાશ થઈ જવા પામ્યો છે? તમારા સંસામાં, તમારાં માતા-પિતાદિ વડિલો પ્રત્યે તમારા હૈયામાં આ પ્રકારનું બહુમાન છે ખરું? મોટે ભાગે નથી. એ જ રીતિએ, દેવ-ગુરૂધર્મ પ્રત્યે તમારા હૈયામાં બહુમાન છે ખરું? આજે વાત-વાતમાં સાધુ-સાધ્વીનાં છિદ્રો જેવાય છે, દે ગવાય છે, નાના દેને મેટા કરીને વગેવણું કરાય છે, અરે અછતા દોનું પણ આરેપણ થાય છે તેમ જ તેમના અભ્યદય તરફ દુર્લક્ષ્ય કરાય છે, એ વિગેરે બહુમાનને અભાવ સૂચવે છે. ખરી વાત તે એ છે કેદેવ પ્રત્યે સાચું સમજપૂર્વકનું બહુમાન નથી, એથી દેવે કહેલા ધર્મ પ્રત્યે બહુમાન નથી અને એ જ કારણે સાધુ– સાધ્વી પ્રત્યે બહુમાન નથી. આજે હજુ દેવ-ગુરૂ–ધર્મના વિનયની ક્રિયાઓ કેટલેક અંશે ચાલી રહી છે, જો કે તેમાંય ઘણી ઉણપ આવી જવા પામી છે, પણ દેવ-ગુરૂ-ધર્મ પ્રત્યેના બહુમાનમાં તો બહુ જ મેટો વાંધો પડી ગયો છે. એમની મરજીને અનુસરવાનું મન થવાને બદલે, આપણી મરજીને એ