________________
૪૭૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો પણ એ બધું કેવળ ખૂન કરવાની તકને મેળવવાને માટે જ હતું. વિનય તે દુન્યવી કાર્યસિદ્ધિના સ્વાર્થ માટે પણ કરાય. અન્યાયી, જૂલ્મગાર રાજા કે અધિકારીને, તેના પ્રત્યે પ્રેમને અંશેય નહિ છતાં, નમવું પડે છે ને? તેને ઝુકી ઝુકીને સલામ કરવી પડે છે ને? એ વિનય છે કરે પડતો વિનય. એ વિનય છે સામાને યેન કેન પ્રસન્ન કરવા માટે વિનય. એ વિનય છે, પણ ત્યાં હૈયામાં બહુમાન નથી. વિનય સ્વાર્થ માટે પણ હોય, જ્યારે બહુમાન પરમાર્થથી થાય છે. વિનયથી કલ્યાણ જરૂર છે, વિનય ધર્મનું મૂલ છે, પણ બહુમાનપૂર્વકના વિનચથી. માટે વિનયથી એકાન્ત કલ્યાણ ન કહી શકાય, જ્યારે બહુમાનથી એકાન્ત કલ્યાણ છે–એમ કહી શકાય. શાના વિનય-બહુમાનની વાત?
આ વિનય અને બહુમાન સંબંધી વાત જ્ઞાની, જ્ઞાન અને જ્ઞાનેપકરણને અંગે ચાલે છે, એ ન ભૂલતા. આમાં દેવ-ગુરૂ-ધર્મ એ ત્રણેય આવી જાય. એટલે બહુમાન પણ રોગ્ય સ્થાને જોઈએ અને વિનય પણ યોગ્ય સ્થાને જોઈએ. અયોગ્ય સ્થાને તે, વિનય પણ નુકશાન કરનારે ગણાય અને બહુમાન પણ નુકશાન કરનારું ગણાય. ભવાભિનંદી જીના હૈયામાં સંસારનું બહુમાન બહુ હોય છે અને એથી તેઓ સંસારની સાધનામાં વિનયને આચરનારા પણ હોય છે. એ વિનય અને એ બહુમાન, સંસારની વૃદ્ધિનું કારણ બને છે અને એથી તત્ત્વજ્ઞ મહાપુરૂષએ તે એવા વિનયને અને એવા બહુમાનને ત્યાગ જ કરવાનું ઉપદેશ્ય છે. સંસારથી તરવાને માટે જ, વિનય અને બહુમાનને ઉપદેશ છે.