________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૪૭૩ - હવે પૂરી ખાત્રી કરવાને માટે બને ય વિદ્યાર્થીએ ત્યાં થેભ્યા. પુરૂષ પાંદડાંનું ઘર બનાવીને સ્ત્રીને એમાં બેસાડી. તરત જ સ્ત્રીને પ્રસવ થયો. પેલા પુરૂષને ઘણે આનંદમાં આવેલ એ બે વિદ્યાર્થીઓએ જોયો. તેમણે એને પૂછયું, એટલે એણે કહ્યું કે-“પુત્રને જન્મ થયો છે.”
આમ પહેલા વિદ્યાર્થીની બધી ય વાત મળતી આવી. બીજે વિદ્યાર્થી એથી વિસ્મિત થયો અને વિમિત થઈને ખેદ પામ્યું. તેને થયું કે-આને આટલું બધું જ્ઞાન ક્યાંથી?” એનામાં લાંબી બુદ્ધિ હતી નહિ. સ્વભાવને એ અતિશય ક્ષુદ્ર હતે. એટલે એને એ જ વિચાર આવ્યો કે “આમાં ગુરૂને જ કાંઈક ગોટાળે છે. મારાથી ખાનગી રીતિએ ગુરૂએ આને વિશિષ્ટ વિદ્યાનું દાન કર્યું છે. મને સામાન્ય ભણાવ્યું અને આને વિશેષ ભણાવ્યું. ગુરૂ ય કેવા નગુણા છે? એમની ચાકરી મેં કાંઈ આનાથી કમ નથી કરી, છતાં આને વિશિષ્ટ વિદ્યા દીધી ને મને સામાન્ય વિદ્યા દીધી. ગુરૂ થઈને આ પક્ષપાત કરે, કૂડકપટ કરે, એ કેટલું બધું ખરાબ કહેવાય?”
એનામાં ગુરૂ પ્રત્યે બહુમાન હોત, તો આ વિચાર એને કદી પણ આવત નહિ. ગુરૂ પ્રત્યે બહુમાન હેત તે આવું બનત નહિ, પણ માને કે–સ્કૂલ બુદ્ધિને લીધે કઈ ઓછું ય ગ્રહણ કરી શકે અને એથી આવું બને ય ખરું, પણ તે ગુરૂને દોષ દે નહિ. ગુરૂ પ્રત્યે જેને બહુમાન હોય, તે તે પિતાના દેષને શોધવાને મથે. ખબર છે કે-“અમે સાથે જ ભણ્યા છીએ. સાથે જ રહ્યા છીએ.” છતાં પણ પિતાના દેષ તરફ નજર જવાને બદલે, ગુરૂના દેષ તરફ જ નજર કરી અને ગુરૂને અછતે પણ દોષ કલ્પી કાઢ્યો.