________________
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૪૬૫ દોષોના કથનને રોકવાનું સામર્થ્ય ન હોય તો મનમાં દુઃખ અનુભવીને તે એ ખસી જાય, કે જેથી દોષની વાત કાને પડે નહિ. જેના પ્રત્યે બહુમાન હોય, તેના માટે હૈયામાં આવે ભાવ પણ જાડ્યા વિના રહે નહિ.
બહુમાનનું ત્રીજું લક્ષણ એ છે કે–જેના પ્રત્યે બહુમાન હોય, તેના અસ્પૃદયનું અહર્નિશ ચિન્તન રહ્યા કરે. એના દેષનું જેમ આચ્છાદન કરે, તેમ એના દેશે કેમ નાશ પામે અને એના ગુણેમાં કેમ અભિવૃદ્ધિ થયા કરે, એની વિચારણા પણ એને આવ્યા જ કરે. જેમ એના આભ્યતર અમ્યુદયની ભાવના રહ્યા કરે, તેમ તેના બાહ્ય અયુદયની ભાવના રહ્યા કરે. કેઈ જે તેની પ્રશંસા કરે, તે તે બહુ ગમી જાય. એની થતી નિન્દા પ્રત્યે જે તિરસ્કાર હોય, તે જ એની થતી પ્રશંસા પ્રત્યે સદ્ભાવ હેય. પિતે એની પ્રશંસા કરે અને બીજાઓને પણ યથાશક્તિ એની પ્રશંસામાં જોડે.
બહુમાનનું ચેવું લક્ષણ એ છે કે-જેના પ્રત્યે બહુમાન હોય, તેની જે કોઈ પણ પ્રકારના પાપોદયથી દુર્દશા થાય, તે એ દુર્દશાને જોઈને, તેનું અત્તર બળીને ખાખ થઈ જાય. એનું જે ચાલે તેમ હેય, તો એ એની દુર્દશાને નિવાર્યા વિના રહે નહિ. જેના પ્રત્યે બહુમાન, તેની દુર્દશાને ઠંડે કલેજે જોઈ શકવા જોગી હૈયાની સ્થિતિ સંભવી શકતી જ નથી; ત્યાં વળી એની દુર્દશામાં રાજી થાય, એની દુર્દશામાં અજાણતાં પણ નિમિત્ત રૂપ બની જવાય, એવું તે. બને જ શાનું? જે સંગવશ, ખ્યાલફેરથી, અજાણતાં પણ એવી ભૂલ થઈ ગઈ હોય, તે એ ભૂલ એને સદાને માટે