________________
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
વિનાનું મન્દિર હોય અને મધ્ય મણિ વિનાને હાર હોય, તો એ ઘર, મુખ, માન, પુષ્પ, કંકુ, સરોવર, મન્દિર અને હાર શેભે? ન જ શેભે! એ જ રીતિએ, વિનય પણ બહુમાન વિના શેભે નહિ; સફળ બને નહિ. વિનયની સાચી કિંમત જ બહુમાનને અંગે છે. વિનય હોય ત્યાં બહુમાન ન હોય એ બનવાજોગ છે, જ્યારે બહુમાન હોય ત્યાં વિનય તો જ ન દેખાય, કે જે વિનયને આચરવાનું અશક્ય હેય. બહુમાન એકલું પણ લાભ કરે છે અને જે બહુમાનપૂર્વકને અલ્પ પણ વિનય હેય તે ય એ વિનય ઘણા લાભને માટે થાય છે. વિનય એ બાહ્યોપચાર છે. એની આવશ્યકતા ઘણું છે. બહુમાનના નામે વિનયની અવગણના કરનારાઓ તો એ મૂર્ખ જ છે. જેમ નિશ્ચયના નામે વ્યવહારની અવગણના કરનારા, જ્ઞાનના નામે ચરણની અવગણના કરનારા અને મનની મજબૂતાઈના નામે મર્યાદાની અવગણના કરનારા મૂખ છે, તેમ બહુમાનના નામે વિનયની અવગણના કરનારા પણ મૂર્ખ જ છે; પરન્તુ વિનયને સાચો આધાર, વિનયની સફળતાને સાચે પાયો બહુમાન છે. આથી, જ્ઞાનના અર્થી આત્માઓએ પિતાના હૃદયમાં જ્ઞાની ગુર્વાદિક પ્રત્યેના બહુમાનના ભાવને અવશ્ય સ્થાપિત કરવા જોઈએ. એમાં જ બહુમાન નામના આ ત્રીજા. જ્ઞાનાચારનું પાલન રહેલું છે. બહુમાનનાં પાંચ લક્ષણે
વિનયાચાર તો પ્રત્યક્ષપણે દેખાઈ આવે એવી વસ્તુ છે, જ્યારે બહુમાન એ આત્યંતર ભક્તિ-પ્રીતિ રૂપ છે, એટલે એને ચર્મચક્ષુઓથી જોઈ શકાય નહિ. સામાન્ય રીતિએ લેકે