________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૪૬૧ હોય, તે તે રીતિએ સહાયક બનવામાં ઉપેક્ષા નહિ સેવવી જોઈએ. આજે શ્રી ઉપધાન તપ કરીને જ ભણવું એ બાબતમાં અને ધાર્મિક શિક્ષણ મેળવવાની બાબતમાં શ્રાવક-શ્રાવિકા વર્ગ ઘણે જ પછાત પડી ગયું છે અને પછાત પડતું જાય છે; જ્યારે સાધુ-સાધ્વીઓમાં ભણવા–ભણાવવાનું આમ દેખીતી રીતિએ વધતું દેખાય છે, પરતુ જ્ઞાનોપાર્જનના અને જ્ઞાનદાનના વિધિ તરફનું દુર્લક્ષ્ય બહુ વધતું જાય છે. આ તો પ્રસંગ પ્રાપ્ત થયે, એટલે સૂચના કરી દીધી. તમે તમારે લગતી વાત અને સાધુ-સાધ્વી પિતાને લગતી વાત આટલી સૂચના માત્રમાં સમજી જાય, એ જ સારું છે. સૌએ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે-આ જે કાંઈ કરવાનું છે, તે કેવળ પિતાના જ આત્મકલ્યાણને માટે કરવાનું છે. જ્ઞાનેપકરણાને વિનય
જ્ઞાનેપકરણને વિનય પણ, જ્ઞાની અને જ્ઞાનના અર્થી માટે આવશ્યક જ છે. સૂત્રાદિક ગ્રન્થોને લખવા, લખવવા; તે ગ્રન્થને ધી–ધાવીને શુદ્ધ બનાવવા તે ગ્રન્થના રક્ષણની વ્યવસ્થા કરવી; તે ગ્રન્થને સુગંધી દ્રવ્યથી સારા રાખવા; એ વિગેરે જેમ જ્ઞાનેપકરણને વિનય ગણાય છે, તેમ પાટી, સાંપડે, કાગળ, પેન્સીલ, શાહી, શાહીનું ઉપકરણુએ વિગેરેની બરાબર જાળવણું કરવી, એ પણ જ્ઞાને પકરણને વિનય ગણાય છે. જ્ઞાનનાં સાધનોનું સંરક્ષણ કરવું, તેની સંવૃદ્ધિ કરવી, તેને ખપી જીમાં પ્રચાર કરે, એ વિગેરે પણ જ્ઞાનેપકરણને વિનય ગણાય છે. આજે જ્ઞાનેપકરણની આશાતના તે ઘણી જ વધતી જાય છે, એમ
-
-
-
-
-
-