________________
४९०
શ્રી ભગવતી
સૂત્રનાં વ્યાખ્યાન
જ્ઞાનને વિનયઃ
જ્ઞાનીના વિનયની વાત થઈ ગઈ. હવે જ્ઞાનના વિનયની વાત કરીએ. જ્ઞાનીના વિનયમાં પણ જ્ઞાનને જ વિનય છે, પરતુ જ્ઞાનને પૃથફ વિનય પણ હોય છે. જ્ઞાનીને વિનય જ્ઞાનના અથિએ કરવાનું હોય છે, જ્યારે જ્ઞાનને વિનય તે જ્ઞાનીએ પણ કરવાનું હોય છે. જેઓ જ્ઞાનોપાર્જનને પ્રયત્ન કરી રહ્યા હોય, ભણતા હોય, તેમને બની શકતા દરેક પ્રકારે ભણવાની અનુકૂળતા કરી આપવી જોઈએ. ભણવાને માટે તેમને સારી રીતિએ શેાધીને શુદ્ધ કરેલા ગ્રન્થોનું સમર્પણ કરવું જોઈએ. સૂત્રની તથા અર્થની જે પરિપાટી હોય, તેનું તેમને પ્રદાન કરવું જોઈએ અને પ્રદાન કરાવવું જોઈએ. તેમને આહારની તેમ જ ઉપાશ્રય આદિની અનુકૂળતા પણ કરી આપવી જોઈએ. આ બધું, સાધુઓએ સાધુઓને માટે કરવાનું છે. ભણવું એ ય જ્ઞાનને વિનય છે અને ભણાવવું એ ચ જ્ઞાનને વિનય છે. ભણનારને મદદ કરવામાં પણ જ્ઞાનને વિનય છે. શ્રાવકેએ પણ જ્ઞાનનો વિનય કરવાનો હોય છે. જ્ઞાનીના વિનયની વાત એ થઈ ગઈ, તેમાં શ્રાવકે એ પણ પિતપતાને ઉચિત રીતિએ જ્ઞાની ગુરૂઓને વિનય આચરે જ જોઈએ. આ ઉપરાન્ત, જ્ઞાનને વિનય આચરવાને માટે, શ્રાવકેએ શ્રી ઉપધાન આદિ તપ કરવા અને કરાવવા પૂર્વક, શ્રાવકે જે સૂત્રોને અને જે સૂત્રાર્થોને ભણી શકે છે, તે સૂત્રોનો તથા સૂત્રાર્થોનો પિતે પણ અભ્યાસ કરવો જોઈએ અને અન્યોને પણ અભ્યાસ કરાવવો જોઈએ. સાધુઓને તેમ જ શ્રાવકેને જ્ઞાનાધ્યયન કરવામાં જે જે રીતિએ સહાયક બની શકાય તેમ