________________
૪૫૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને વિનંતિ કરી કે–પહેલાં તે આપ આની પાસે જે વિદ્યા છે, તેને ગ્રહણ કરી લો અને પછીથી, આપને જેમ કરવું યોગ્ય લાગે તેમ કરજે.”
શ્રી શ્રેણિકને શ્રી અભયકુમારની વિનંતિ વ્યાજબી લાગી, એટલે રાજાએ પેલા માતંગપતિને પિતાની સામે બેસાડ્યો અને તેને જે વિદ્યા આવડતી હતી, તે બોલવાનું કહ્યું.
માતંગપતિએ પિતાને આવડતી વિદ્યા બાલીને આપવા માંડી, પણ રાજાના હૃદયમાં તે સ્થિર થઈ શકી નહિ. ફરી ફરી તેમ કરવા છતાં પણ, રાજાના હૃદયમાં વિદ્યા સ્થિર થઈ શકી નહિ, કારણ કે રાજા સિંહાસન ઉપર બેઠા હતા અને વિદ્યાદાતા માતંગપતિ નીચે બેઠે હતો. એમ બેસવાથી વિદ્યાદાતાને અવિનય થતો હતો અને વિદ્યાદાતાને અવિનય થતો હોવાથી એવી વિદ્યા રાજાના હદયમાં સ્થિર થઈ શકે નહિ, એ સ્વાભાવિક છે.
પરન્તુ, શ્રી શ્રેણિકને તો એમ જ લાગ્યું કે “આ માતંગપતિ જ કાંઈક લુચ્ચાઈ કરે છે. આથી તેને તિરસ્કાર કરવા પૂર્વક શ્રી શ્રેણિકે તેને કહ્યું કે-“તારામાં કાંઈક પણ કપટભાવ છે અને એથી જ તારી કહેલી વિદ્યા મારા હૃદયમાં સંક્રમિત થતી નથી.”
એ વખતે, બુદ્ધિનિધાન શ્રી અભયકુમારે કહ્યું કે–દેવ! અત્યારે તે આ આપને વિદ્યાગુરૂ છે અને જેઓ ગુરૂને વિનય કરે તેને જ વિદ્યા સંકુરે છે પણ ગુરૂને અવિનય કરનારને વિદ્યા સંકુરતી નથી. એટલે આપ આપના સિંહાસન ઉપર આ માતંગપતિને બેસાડે અને આપ જમીન ઉપર તેની સામે હાથ જોડીને બેસે. એમ કરવાથી આપને જરૂર