________________
૪૬૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
કહીએ તા ચાલે. પેન, પેન્સીલને મેાંઢામાં નાંખવાથી જ્ઞાનની આશાતના થાય છે. કાગળ વિગેરે પગ નીચે આવે, તેમાં પણ જ્ઞાનની આશાતના છે. આજે છાપાંઓ દ્વારા તેા જ્ઞાનની ગજબની આશાતના થઇ રહી છે. કેટલીક અજ્ઞાન અને મૂર્ખ આઇએ, છેકરાંઓના મેલાને લેવામાં ને ફેંકવામાં છાપાંઓને ઉપયાગ કરે છે. સ્વરૂપે મિથ્યા એવા પણ શ્રુતના કાગળ, પુસ્તક આદિ ઉપર પણ પગ ન મૂકાય. એને થુંક ન લગાડાય. જ્ઞાનની આશાતનાની તેા કેટલી વાતે કરવી ? આજે તેા, બુટ અને ચંપલની નીચે પણ અક્ષરે હોય છે અને તમે એમાં પગ મૂકીને એને જમીન ઉપર ઘસડા છે. હમણાં હમણાં સડકા ઉપર પણ લેાકેાને લખવાની આદત વધી જવા પામી છે અને એમાં ય જ્ઞાનની ઘણી આશાતના થાય છે. આવી રીતિએ જ્ઞાનની આશાતના કરનારાઓનું ભણતર ભયંકર નિવડે, એમાં નવાઈ નથી.
બહુમાન નામને ત્રીજો જ્ઞાનાચાર :
બહુમાન નામે ત્રીજો જ્ઞાનાચાર છે. વિનયને બીજા આચાર તરીકે જણાવ્યા પછીથી પણ, ત્રીજા જ્ઞાનાચાર તરીકે મહુમાનને જણાવેલ છે, તેમાં મુંઝવા જેવું નથી. વિનયના અને બહુમાનના સ્વરૂપને સમજો. વિનય એ બાહ્ય સન્માનાદિ છે, જ્યારે મહુમાન એ આન્તરિક સન્માનાદિ છે. વિનયમાં ગુણ ઘણા છે, પણ જો વિનય હેાય અને બહુમાન ન હાય, તેા એ નિર્જીવ મુડદા સમાન છે. ધન વિનાનું ઘર હોય, નાક વિનાનું મુખ હાય, દાન વિનાનું માન હેાય, ગંધ વિનાનું પુષ્પ હાય, રંગ વિનાનું કંકુ હાય, પાણી વિનાનું સરાવર હોય, પ્રતિમા