________________
૪૩૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન કે-“મારી સેવા તે કરે છે, કે જે ગ્લાન સાધુની સેવા કરે છે; ગ્લાન સાધુની સેવા નહિ કરનારે, તેનાથી દૂર ભાગતો રહેનારે, મારી સેવા કરતા નથી. જેને પ્રભુના આ ફરમાનનું સાચું જ્ઞાન હોય અને એથી હિતાહિતનું ભાન હોય, તે સાધુ કદી પણ સ્વાધ્યાયના રસને આધીન બનીને ય, વૈયાવચ્ચેની અવગણના કરે નહિ. અમુક આજ્ઞાની લતે ચઢી બીજી આજ્ઞાઓને લેપાય નહિ?
ખરી વાત એ છે કે–સ્વાધ્યાય, જ્ઞાનાધ્યયન આદિ શા માટે છે, તે સમજવું જોઈએ. પ્રભુની આજ્ઞાનું જ્ઞાન પ્રભુની આજ્ઞાના પાલનને માટે મેળવાય, તો જ તે સાચું જ્ઞાન છે. સ્વાધ્યાય
આદિ અનેક પ્રકારેથી ધર્મ થાય—એમ કહેવા છતાં પણ, નિષ્કર્ષ તરીકે તે એ જ વાત કહેવાઈ છે કે-
૧ પ ઘણો.” ધર્મ શ્રી જિનાજ્ઞાના પાલનમાં છે. આજે કેટલાકે જ્ઞાન પાસનાના નામે ચારિત્રાચારને નેવે મૂકવામાં લાભ માની બેઠા છે. ગ્રહણ કરેલી મહાવ્રતાદિના પાલનની પ્રતિજ્ઞાને ભંગ થાય છે–તેની દરકાર રાખ્યા વિના, જ્ઞાને પાસનાને પ્રધાનતા આપી રહ્યા છે. એથી, એમની જ્ઞાનપાસના પણ એમને માટે આશાભંજક બનાવનારી નિવડી છે. સ્વાધ્યાય, પોપકાર આદિ કઈ પણ ધર્મસાધનની લત એવી નહિ લાગવી જોઈએ, કે જેથી લીધેલ પ્રતિજ્ઞાના ભંગને, શ્રી જિનાજ્ઞાના ભંગને પ્રસંગ આવે. એમાં આજ્ઞારૂચિ રહેવા પામતી નથી અને આજ્ઞારૂચિ ગઈ તે સર્વસ્વ ગયું એમ સમજવું. જેની આજ્ઞાને ભણને, જાણીને, પ્રચારીને તરવું છે, તેની જ આજ્ઞાના પાલનમાં અખાડા કરવા, એ આજ્ઞાપાલકનું લક્ષણ નથી. આજ્ઞાપાલક એ ન હોય