________________
૪૪૪
શ્રી ભગવતીજી મૂત્રનાં વ્યાખ્યાના
હેતું નથી. અનેક લબ્ધિઓના નિધાન એવા પણ ગણુધરભગવાન શ્રી ગૌતમસ્વામીજી, વિનયમાં કચાશ આવવા દેતા નહિ. વિનય, એ એવા ગુણ છે કે જેના વિનય કરીએ, તેનામાં જે ગુણ હોય, તે ગુણના આપણામાં વિકાસ થાય; તેા પછી જે જ્ઞાની ગુરૂ અનેક ગુણોના નિધિ છે, તેમના વિનય કરીએ તેા કેટલા બધા લાભ થાય ? અનહદ લાભ થાય. ગુરૂ જ્ઞાન આપનારા હોય, તે છતાં પણ ગુરૂથી નિરપેક્ષ બનીને જ્ઞાનપ્રાપ્તિ કરવાને જે ઈચ્છે, તેને જ્ઞાન વિપરીત રૂપે પરિણમે. ગુરૂના વિનયથી, ગુરૂની ઈચ્છા ન હોય તે પણ, તેમનામાં રહેલી કળા આવી મળે છે. એકલષ્ય નામના ભિલ્લે, માત્ર દ્રોણાચાર્ય નામના ગુરૂની મૂર્તિની ઉપાસના કરીને, દ્રોણાચાર્યે જેને પ્રેમથી શીખવેલ એવા અર્જુન પણ ચમત્કાર પામી જાય, એવી ધનુવિદ્યા મેળવી હતી ને ? વિનયગુણ અભિમાનને– અહંકારને ગાળનાર છે. જ્યાં અહંકાર છે, ત્યાં વિનય નથી. અહંકારથી છૂટવું હોય, નમ્ર બનવું હાય, વિદ્યા મેળવવી હોય, તા વિનયગુણુ ખૂબ ખૂબ કેળવા. કલ્યાણુ ધર્મથી છે અને ધર્મનું મૂલ વિનય છે. ધર્મનાં જે જ્ઞાન અને ક્રિયા–એ એ કારણેા છે, તે કારણેાને વિનય વિના પામી શકાતું નથી. વિનય વિના વિદ્યા નહિ અને વિનય વિના ક્રિયા ખરી ? ક્રિયાની શુદ્ધિ, ક્રિયાના કસ, ક્રિયાનો રસ, વિનય વિના આવે જ નહિ.
વિનય ઉપર ઉદાહરણ :
સર્વ અનર્થાંનું મૂલ જેમ લાભ છે, તેમ સર્વ ગુણાનું મૂલ વિનય છે. વિનયી માટે સમ્યજ્ઞાન પણ સુલભ અને સદાચાર પણુ સુલભ. વિદ્યાની ખાખતમાં તેા, વિનયની ખાસ