________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૪૫૧
અને પૂજતાં ધ્રુજતાં તે બાળાને પકડી લીધી. આ પૂજારી ભયની નહેાતી, પણ કામની હતી. ભયભીતેય ધૃજે અને કામ,રેય ધ્રુજે.
બાળાને પકડીને ઉદ્યાનપાલકે કામગની માગણી કરી અને “તે સિવાય તને હું છોડીશ નહિ”—એમ પણ કહ્યું.
તે વખતે કન્યાએ કહ્યું કે-“તું મને અડ નહિ. મને છોડી દે, કારણ કે હું હજુ કુમારિકા છું અને તેથી પુરૂષના સ્પર્શને યોગ્ય નથી.”
માળીએ તરત જ તેને છેડી તો દીધી, પણ તે પહેલાં તેણીની પાસે માળીએ એવું કબૂલ કરાવ્યું કે-પરણ્યા પછીથી તેણીએ સૌથી પ્રથમ વારને સંગ તે માળીની સાથે કરે.
તમને ખ્યાલ આવે છે કે-એ કાળના વ્યભિચારી પુરૂષ પણ, કન્યાઓના શીલનું ખંડન તે નહિ જ કરતા હોય? આજે શું થાય છે અને કેમ થાય છે, તે કહેવાની જરૂર નથી.
માળીની પાસેથી છૂટીને એ કન્યા પિતાને ઘરે ગઈ. છેડા જ વખતમાં કેઈ ઉત્તમ જનની સાથે તેણીનું લગ્ન થયું. એ જ્યારે પરણીને પહેલી જ વાર પિતાના પતિના વાસગૃહમાં ગઈ ત્યારે તેણીએ પોતાના પતિને કહ્યું કે-“હે આર્યપુત્ર! મેં એક માળીની પાસે પ્રતિજ્ઞા ગ્રહણ કરી છે કે પરણ્યા પછીથી મારે પ્રથમ સંગ તેની સાથે કરે. હું તેની સાથે વચનથી બંધાઈ ગયેલી છું, માટે જે આપ મને આજ્ઞા આપે, તો હું એક વાર તેની પાસે જઈ આવું. પછીથી તે, સદાને માટે હું આપને જ આધીન રહીશ.”
આ વાતને સાંભળીને, તેણને પતિ ગુસ્સે થતો નથી. એ તો વિમિત જ બની જાય છે. એ વિચાર કરે છે કે