________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના જેમ તેમની બુદ્ધિમત્તા આશ્ચર્ય ઉપજાવે, તેમ તેમની પિતૃભક્તિ પણ આશ્ચર્ય ઉપજાવે અને તેમની આરાધનાની ભાવના પણ આશ્ચર્ય ઉપજાવે. કેઈથી પણ નહિ ઠગાય એવા તે, વેશ્યાના ધર્મછલથી ઠગાયા હતા, એ પણ તેમની ધર્મશીલતાનું જ એક મોટામાં મોટું પ્રતીક છે. અને પિતાની જે જે ઈચ્છાઓને એમણે પૂરી કરી છે, તે પણ પ્રાયઃ એ જે કરે-એમ કહી શકાય.
પિતા શ્રી શ્રેણિકની આજ્ઞાને સાંભળી લઈને, શ્રી અભયકુમારે કહ્યું કે “એ ચોરને થોડા જ વખતમાં પકડી લાવીને આપને સેંપવાની હું ખાત્રી આપું છું.”
આ પછીથી, પિતાની આ પ્રતિજ્ઞાને પૂર્ણ કરવાને માટે, રાતે અને દિવસે, શ્રી અભયકુમારે એ બગીચાની આસપાસ તેમ જ આખા ય નગરમાં પરિભ્રમણ કરવા માંડયું, પણ ક્યાંયથી ચોરને પત્તો લાગ્યું નહિ. કેઈ ઠેકાણે કેરીનાં છેડીયાં કે ગોટલ પડેલો પણ જણ નહિ; કેમ કે પેલે માતંગપતિ બાહોશ હતો. એને ખબર હતી કે–રાજાને કે મોટો ગૃહે તે કરી ચૂક્યો છે અને જે તે પકડાઈ જવા પામે, તો તો પછી તે પિતાની પત્નીના મેંઢાને જેવાને માટે પણ જીવતો ઘરે આવી શકે નહિ. શ્રી અભયકુમારે કહેલી કથાઃ
જ્યારે કઈ રીતિએ ચેર પકડાય નહિ, ત્યારે બુદ્ધિનિધાન શ્રી અભયકુમારે એક યુક્તિ અજમાવી.
કેટલાક દિવસે થયાં નગરજને એક સ્થલે નાટારંભ કરાવી રહ્યા હતા. એ નાટારંભને જોવાનું અને સાંભળવાને