________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
>
અત્યારે તે આમ્રફળ મળતું હશે ? ' પણ જ્યારે તેણીએ ચેલ્લણા રાણીના ઉદ્યાનની વાત કરી, ત્યારે તે માતંગપતિએ તેણીને આમ્રફળાને લાવી આપવાનું કબૂલ કર્યું.
માતંગપતિ રાતના ચેલ્લણા રાણીના ઉદ્યાન પાસે આવ્યે અને બહાર રહીને જ તેણે પાતાની પાસે જે અવનામિની નામની વિદ્યા હતી, તેના ઉપયાગ કરીને ઉદ્યાનમાં રહેલી આમ્રવૃક્ષની શાખાને પેાતાના તરફ નમાવી અને કશી પણ તકલીફ વિના તેણે તે શાખા ઉપરનાં આમ્રફળાને તાડી લીધાં.
પ્રાત:કાળે ચેલ્લણા રાણીએ જોયું, તેા તેણીને આમ્રવૃક્ષોવાળી વાટિકા અપ્રીતિ ઉપજાવતી લાગી. તપાસ કરતાં જણાયું કે કોઈ આમ્રવૃક્ષનાં ફળાને તોડીને લઈ ગયું છે. તેણીએ શ્રી શ્રેણિક રાજાને વાત કરી. શ્રી શ્રેણિકે પણ જોયું, પરન્તુ ત્યાં કોઈના ય પાદસંચારની નિશાની તેમના જોવામાં આવી નહિ.
• ૨૪૮
શ્રી શ્રેણિક રાજાએ તરત જ શ્રી અભયકુમારને બોલાવ્યા, કારણ કે–શ્રી શ્રેણિકના હૈયામાં આ પ્રસંગથી એક માટી ચિન્તાએ પ્રવેશ કર્યો. શ્રી શ્રેણિકને એવી ચિન્તા થઈ પડી કે– જે ચાર આવી અતિશય અમાનુષી શક્તિને ધરાવત હોય, તે કાઈ વાર ધારે તે અન્તઃપુરમાં પણ પ્રવેશ કરી શકે. ’
શ્રી અભયકુમાર આવ્યા, એટલે તરત જ શ્રી શ્રેણિકે આમ્રફળના ચારને પકડી લાવવાની આજ્ઞા કરવાની સાથે, પોતાના હૈયામાં પેદા થવા પામેલી ચિન્તાને પણ કહી બતાવી. શ્રી અભયકુમાર મહા બુદ્ધિનિધાન હતા. શ્રી શ્રેણિકની સેવા કરવામાં, પિતૃભક્તિ કરવામાં, તેમણે કદી પણ પાછી પાની કરી નથી. શ્રી અભયકુમારનું જીવન વાંચા, જાણા, તા તમને