________________
૪૫૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
પ્રકારે પ્રણામ કરે તે પ્રકારે પ્રણામ કર્યા અને ચાલી જવાનું કહ્યું.
આગળ ચાલતાં, પેલા ચેરેની પાસે તે પહોંચી અને કહ્યું કે-“હવે તમારે આ અંગ ઉપરથી જે કાંઈ પણ આભૂષણે જોઈતાં હોય, તે લઈ લે.”
ચોરોએ કહ્યું કે “એ તો અમે લઈએ છીએ, પણ તે પહેલાં તું એ કહે કે- તું જ્યાં ગઈ હતી, ત્યાં શું શું બન્યું?”
આથી એ બાળાએ, માળી સંબંધી અને રાક્ષસ સંબંધી જે કાંઈ બન્યું હતું, તે અતિ એ ચોરોને કહી સંભળાવ્યું. માળીના અને રાક્ષસના વૃત્તાન્તને સાંભળવાથી, ચેરના હૈયા ઉપર પણ સુન્દર અસર થવા પામી. એટલે ચેરેએ એ બાળાને કહ્યું કે “ભદ્ર! તું અહીંથી પણ સુખે ચાલી જા. એ માળીથી અને એ રાક્ષસથી અમે કાંઈ હીણ નથી કેએમણે તને છોડી દીધી અને અમે તને છેડી દઈએ નહિ. તું તે અમારી બેન છે. અમે તેને પગે લાગીએ છીએ.”
એ કાળમાં ચારે ય હતા, વ્યભિચારીઓ પણ હતા અને રાક્ષસે ય હતા, છતાં પણ એ બધાનાં હૈયાં કેવાં કુણાં હતાં, તે સમજાય છે ? ખરાબ કામ કરવાને નીકળેલા હોવા છતાં ય, ખરાબ કામ કરનારા હોવા છતાં ય, એક-બીજાના સારાપણાની હરિફાઈ કરવાની વૃત્તિ એ લોકેમાં હતી, એવું દેખાઈ આવે છે ને? એટલે ખરાબ કામ કરવા છતાં ય, એમને ખરાબ કામ કરવું ગમતું તે નહિ જ હોય, એમ લાગે છે ને? આજે શાહુકાર થઈને ફરનાર, શાહ કહેવડાવનાર, સજજન તરીકે પિતાને ઓળખાવનારમાં પણ બીજાના સારાપણાની હરિફાઈ કરવાની વૃત્તિ કેટલી હશે? કદાચ એવાઓની સંખ્યા મેટી હશે, કે જેઓ દેખાવમાં સારાં કામ કરતા