________________
૪૫૩
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
રાક્ષસે પણ વિસ્મિત બનીને તેને આગળ જવા દીધી. એમ કરતાં કરતાં, તે બાળા પેલા ઉદ્યાનમાં પહોંચી ગઈ. ઉદ્યાનમાં માળી તો ઉંઘી ગયો હતો, પણ તેને આ બાળાએ જગાડ્યો. માળીને જગાડીને બાળાએ કહ્યું કે “તમારા ઉદ્યાનમાંથી જે બાળા રોજ પુષ્પને ચોરી જતી અને જેણે પરણીને પ્રથમ સંગને માટે તમારી પાસે આવવાનું કબૂલ કર્યું હતું, તે હું નવોઢા, મારા વચનનું પાલન કરવાને માટે અહીં તમારી પાસે આવી છું.”
માળી તે આવાં વચનોને સાંભળીને ચકિત જ થઈગયે. તે વખતે એ કામાતુર બન્યું હતું, પણ અત્યારે તે કામાતુર નહે. આ વખતે તેનામાં કામને પ્રગટતે તેના ગુણગ્રાહી સ્વભાવે અટકાવ્યું. તેને થયું કે- આ તે ગજબની સત્ય પ્રતિજ્ઞાવાળી છે. આ તે મહા સતી. આને તે મારાથી સ્પર્શાય પણ નહિ.” આવા વિચારથી, એ માળી એ બાળાને, જાણે પિતાની માતાને નમતે હેાય તેમ નો અને પાછા જવાની રજા આપી.
ત્યાંથી નીકળીને એ બાળા, પિતે જે માર્ગે ઘરેથી અહીં સુધી આવી હતી, તે જ માગે ઘરે જવાને માટે નીકળી. રસ્તામાં રાક્ષસ તેણીની રાહ જોઈને જ ઉભે હતે. રાક્ષસની પાસે તે પહોંચી, એટલે રાક્ષસે પૂછ્યું કે“સાચું બોલ, શું કરી આવી ?” આ વાત જ એવી હતી કે-શું બન્યું તે જાણવાની ઈચ્છા થયા વિના રહે નહિ. બાળાએ જે બન્યું હતું તે જ કહ્યું. એ સાંભળતાં રાક્ષસને થયું કે
આવી સત્ય પ્રતિજ્ઞાવાળી મહા સતીને હું કેમ મારી નાખું? શું હું પેલા માળીથી પણ હણે છું?” આથી રાક્ષસે પણ, તેણીનું ભક્ષણ કરવાને બદલે, તેણીને પિતાની સ્વામિનીને જે