________________
૪૫૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા
માટે, નગરજને ઘણી જ મેોટી સંખ્યામાં એકઠા થતા હતા. શ્રી અભયકુમાર પણ એક વાર એ સ્થાને ગયા.
નગરજનાએ તા તરત જ તેમને ઉચ્ચ આસને બેસાડ્યા. શ્રી અભયકુમારે કહ્યું કે- હે નગરજને ! નટા આવી પહોંચે ત્યાં સુધીમાં હું તમને એક કથા કહું છું.' આમ કહીને, શ્રી અભયકુમારે કથા કહેવા માંડી.
વસંતપુર નામનું એક નગર હતું. તે નગરમાં જીર્ણ નામે એક મહા નિર્ધન શેઠ વસતા હતા. તેને એક કન્યા હતી અને તે મેાટી ઉંમરની થઈ હતી, પણ તેણીને માટે કાઈ સારે। વર મળતા નહેાતા. આથી તે કન્યાએ રાજ કામદેવની પૂજા કરવી શરૂ કરી. કામદેવની પૂજા કરવામાં પુષ્પો તે જોઇએ જ અને પુષ્પાને ખરીદી લાવે તેટલું પણ ધન તેણીની પાસે હતું નહિ, એ કારણે તેણીએ રાજ કાઈ એક ઉદ્યાનમાંથી પુષ્પાને ચારી લાવવા માંડ્યાં.
હવે તે ઉદ્યાનના પાલકને ખબર પડી ગઈ કે કોઈ રાજ આવીને પુષ્પાને ચારી જાય છે. આથી, તેણે એ ચારને પકડી પાડવાનો નિશ્ચય કર્યો અને એથી તે એક સ્થલે સ્થિરપણે સંતાઈ રહ્યો.
રાજના નિયમ મુજબ, પેલી કન્યા તેા ઉદ્યાનમાં આવી અને કૃપી રીતિએ પુષ્પાને ચુંટવા લાગી. ઉદ્યાનપાલ કે તેણીને જોઇ અને તેણીને જોતાંની સાથે જ ચારને પકડી પાડવાન તેના ભાવ ભાગી ગયા; કારણ કે માળા અતિશય રૂપવતી હતી અને એથી તેણીને જોઇને તે ઉદ્યાનપાલક કામાતુર બની ગર્ચા હતા.
ઉદ્યાનપાલક કામાતુર બનીને તે ખાળાની પાસે આવ્યે