________________
૪૪૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
દેવાધિક્તિ હોવું જોઈએ. આ વૃક્ષની શેાભા જ કહી આપે છે કે-આ વૃક્ષ દેવાધિષ્ઠિત છે. આથી, આ વૃક્ષને છેતાં પહેલાં, હું આ વૃક્ષના અધિષ્ઠાયક દેવની તપશ્ચર્યાથી આરાધના કરૂં, કે જેથી ન તા મને વિઘ્ન આવે કે ન તા મારા સ્વામીને વિઘ્ન આવે.’
પૂર્વકાળના સૂત્રધારા પણ કેવા હતા? ઘરમાં જો લાકડું ખરાબ આવી જાય છે, તેા એ ઘરમાં રહેનાર પાયમાલ થઈ જાય છે. પહેલાંના સૂત્રધારે। એ વિષયના જાણકાર હતા અને માલિક પ્રત્યે વફાદારીની ભાવનાવાળા હતા.
પછી એ સૂત્રધારે ઉપવાસ કરીને ગંધ, ધૂપ, માલા વિગેરે વસ્તુઓથી તે વૃક્ષને અધિવાસિત કર્યું. એને લઇને, એ વૃક્ષને આશ્રય કરીને રહેલા વ્યન્તર દેવ તુષ્ટ થયા.
પેાતાનું આશ્રયસ્થાન આબાદ બન્યું રહે અને શ્રી અભયકુમારની ઈચ્છા ફળે, એ માટે એ વ્યન્તર દેવે આવીને શ્રી અભયકુમારને કહ્યું કે તું મારા આશ્રય રૂપ વૃક્ષને છેદ્યાવીશ નહિ. તેં મેકલેલ સુથારને તું એ વૃક્ષને છેદતાં અટકાવી દે. હું તને એક સ્તંભવાળા મહેલ કરી આપીશ, એટલું જ નહિ, પણ તે મહેલને ફરતા એવા બગીચા કરી આપીશ, કે જેમાં સર્વ ઋતુઓનાં પુષ્પો અને સર્વ ઋતુઓનાં ફળે સર્વ ઋતુઓમાં મળી શકે એવાં વૃક્ષા હાય.
શ્રી અભયકુમારે તરત જ પેલા સૂત્રધારને જંગલમાંથી પાછે ખેલાવી લીધેા. પછી પેલા બ્યન્તર દેવે પણ પેાતાની કબૂલાત મુજબ એક સ્તંભવાળા મહેલ અને તેને ફરતા અગીચા અનાવી આપ્યા.
શ્રી શ્રેણિક તા એ મહેલને અને એ ઉદ્યાનને જોઇને