________________
૪૪૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને કરણ, એ ત્રણેય પ્રત્યેનો વર્તાવ વિનયશીલ હવે જોઈએ, નમ્ર હવે જોઈએ. જ્ઞાનીમાં ગુરૂ, વિદ્યાદાતા અને વિશેષજ્ઞ, એ ત્રણેયનો સમાવેશ થાય છે. વિનયના દશ પ્રકારે છે. તેમાં પહેલે સત્કાર નામનો પ્રકાર છે. ગુરૂ, વિદ્યાદાતા અને વિશેષજ્ઞ-એ ત્રણેય પ્રકારના મુનિજનેને સત્કાર કરે, એટલે કે–તેમના ગુણની સ્તવના કરવી તથા તેમને વંદનાદિ કરવું. બીજો પ્રકાર અભ્યસ્થાન નામને છે. તેઓ આવે એટલે ઉભા થઈ જવું, એ તેઓને અભ્યત્થાન નામને વિનય છે. ત્રીજે સન્માન નામને વિનય એને કહેવાય કે તેઓનું વસ્ત્રપાત્ર આદિ વડે પૂજન કરવું. યંગ્ય વસ્ત્ર-પત્રાદિને લાવી આપવામાં, આ વિનયની સફલતા છે. તેઓને આદરપૂર્વક આસન આણું આપવું અને આ આસન ઉપર આપ પધારે” -એમ કહેવું, એ ચોથે આસનાભિગ્રહ નામને વિનય છે. તેઓના આસનને એક સ્થાનેથી લઈને અને અન્ય ગ્ય સ્થાને સ્થાપીને, તેઓને એ આસને પધારવાનું કહેવું, એ પાંચમે આજનાનપ્રદાન નામનો વિનય છે. તેઓને વિધિપૂર્વક વન્દન કરવું, એ છો કૃતિકર્મ નામનો વિનય છે. તેઓને બે હાથ જેડીને નમન કરવું, તે સાતમે અંજલિગ્રહ નામનો વિનય છે. તેઓની ચેષ્ટા ઉપરથી તેઓના મનના અભિપ્રાયને જાણી લઈને તેનું અનુસરણ કરવું, એ વિનયનો આઠમે પ્રકાર છે. તેમની પપાસના કરવી,તે વિનયને નવા પ્રકાર છે. તેઓ ચાલતા હોય ત્યારે તેઓની સાથે અગર તેઓની આગળ નહિ ચાલતાં તેઓની પછવાડે ચાલવું, એ વિનયને દશમે પ્રકાર છે. આ દશેય પ્રકારને વિનય ગુરૂ, વિદ્યાદાતા અને વિશેષ પ્રત્યે પણ યથાયોગ્ય રીતિએ આચરે જોઈએ. આવા