________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન એટલે ઝટ આહીરણના રૂપને ધરનારા શાસનદેવતાએ કહ્યું કે તમારે પણ આ શું કાલિક સૂત્રને ઘેષ કરવાને
સમય છે?
આહીરણે આટલું કહેતાંની સાથે જ, સાધુને અકાલ થઈ ગયાને ખ્યાલ આવી ગયો અને તેમણે પિતાની ઉપગશુન્યતાને માટે તથા અકાલે કરેલા સ્વાધ્યાયને માટે “
મિચ્છા મિ દુક” દીધું.
તાત્પર્ય એ છે કે-નિષિદ્ધ કાલ અને નિયત કાલને ઉપગ રાખીને, નિષિદ્ધ કાલે સ્વાધ્યાય નહિ કરે અને નિયત કાલે કરવા યોગ્ય સ્વાધ્યાય નિયત કાલમાં જ કરવાને માટે નિશ્ચયશીલ બન્યા રહેવું. આઠ પ્રકારના જ્ઞાનાચારમાં, કાલ” નામને જે પહેલે આચાર કહેવાય છે, તે આ છે. શાસનને રાગ હેય તે ચતુર્વિધ શ્રીસંઘ ઉપર પણ રાગ હોય
અને ભક્તિભાવ હોય? મહાપુરૂષોએ, કાલાચારના પાલનને ઉપદેશ આપતાં આપેલું ઉદાહરણ, કાલાચારના પાલન પ્રત્યે ઉદ્યમવંત બનવાનું તે શીખવે છે, પણ એમાંથી બીજું ય શીખવા જેવું છે. સાધુ ભૂલતા હોય, ભૂલ કરી રહ્યા હોય, તે તેમને કેવી રીતિએ બચાવી લેવા જોઈએ-તેને સુન્દર ખ્યાલ પણ આ દૃષ્ટાન્તથી મળી રહે છે. શાસનદેવતા દેવ હોવા છતાં પણ, એને સાધુની ચિન્તા કેટલી બધી હતી? કદાચ કઈ વ્યન્તર આ સાધુ મહાત્માને છળી ન જાય, એવી લાગણી એ દેવના હૈયામાં પ્રગટી ને? કેમ? હૈયે શાસનને રાગ હતું અને એથી સાધુપણાને રાગ હતો માટે. જેને શાસન ઉપર રાગ હોય, તેને