________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૪૩૮
કે—અમુક આજ્ઞાને વળગીને ખાકીની આજ્ઞાઓને લેપનાશ અને. અમુક આજ્ઞાઓના પાલનને વળગીને, બાકીની આજ્ઞાઆને લેાપનારા જે ખને, તેને આજ્ઞાપાલક કહેવાય નહિ, પણ આજ્ઞાવિરાધક કહેવાય.
શાસનદેવતાએ ઉપયોગ દ્વીધા :
પેલા સાધુને, સ્વાધ્યાય કરતાં કરતાં અકાલ થઇ ગયા– તેના ઉપયાગ રહ્યો નહિ; પણ એ સાધુની ભવિતવ્યતા સારી હતી. એ સાધુને એ રીતિએ અકાલે કાલિક સૂત્રનું અધ્યયન કરતા જાણીને, એ સ્થાનની સમીપમાં રહેલ શાસનદેવતાને વિચાર આવ્યો કે– આ સાધુને કદાચ કોઈ વ્યંતર છળશે.’ આથી, એ સાધુને અન્તરના છલથી બચાવી લેવાના, એ શાસનદેવતાએ નિર્ણય કર્યાં.
એ માટે, એ શાસનદેવતાએ એક આહીરનું રૂપ ધારણ કર્યું. આહીરણના રૂપને ધારણ કરીને, પેાતાને માથે એક છાશનો ઘડો મૂકો. પછી એ આહીરણ છાશ વેચવાને માટે નીકળી હાય, એવા દેખાવ કર્યાં.
પેલા સાધુ જ્યાં સ્વાધ્યાય કરી રહ્યા હતા, તેની નજદિકના માર્ગ ઉપર, આહીરણના રૂપને ધરીને શાસનદેવતાએ આંટા મારવા માંડ્યા અને કોઈ છાશ લ્યા. કાઈ છાશ લ્યા’ –એમ ઉંચા સ્વરે વારંવાર ખેલવા માંડ્યું. ઘડીમાં જાય, ઘડીમાં આવે અને છાશ લેવાની બૂમ પાડચા કરે.
એવા વારંવારના અવાજથી, પેલા સાધુના સ્વાધ્યાયમાં વિક્ષેપ પડ્યો. એથી એ સાધુએ પેલી આહીરણને પૂછ્યું કે
<
આ તે કાંઈ તારા છાશ વેચવાનો વખત છે?’.