________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૪૩૭
વાડણ બનીને, ઉપયોગ આપ્યાને એક પ્રસંગ મહાપુરૂષોએ વર્ણવેલો છે. એ પ્રસંગ એવા પ્રકારનો છે કે–એક વખત એક સાધુ કાલગ્રહણ કર્યા બાદ કાલિક સૂત્રનું અધ્યયન કરી રહ્યા હતા. રાત્રિએ પણ પહેલી પરિસીમાં મૂલ સૂત્રનું અધ્યયન થઈ શકે. સ્વાધ્યાયના રસમાં, તે સાધુને સમયની ખબર નહિ રહેવાથી, અકાલ થઈ જવા છતાં પણ તે પાઠ કરતા રહ્યા.
- સાધુઓને માટે ક્રિયાઓ તથા તેના સમયે નિયત છે. સાધુએ પિતાની તમામ કિયાએ કાલે કાલે કરવાને માટે પ્રયત્નશીલ, ઉપયોગશીલ રહેવું જોઈએ. માત્ર ક્રિયાઓ કરવી –એટલું લક્ષ્ય રાખે, પણ કાલે કરવી-એવું લક્ષ્ય ન રાખે, તે ક્રિયાઓ સદાય. વળી, અકાલે ક્રિયા કરવાથી લોકનિન્દાના પાત્ર પણ બનાય. અકાલે કરનાર પતે લોકનિન્દાને પાત્ર બનીને શાસનની નિન્દામાં પણ કદાચ નિમિત્ત બને. દરેક કિયા, કર્તવ્યકાલે કરનારે જ ખરે પંડિત છે. જિનકલ્પીની તમામ ક્રિયાઓ કાલે જ થતી જાય છે, કારણ કે–તેમને પૂર્વને ક્રિયાભ્યાસ તે થઈ ગયો છે. આવી રીતિએ અપ્રમત્ત જીવને જીવવા પ્રયત્ન જારી રહે, તે પ્રાયઃ અકાલે ભણવાને અવસર ન આવે. સ્વાધ્યાયના સમયે સ્વાધ્યાય કરાય અને અન્ય કિયાઓના સમયે તે તે ક્રિયાઓ કરાયકેટલાક સાધુઓ ભણવામાં એટલા બધા ગુલતાન બનેલા હોય છે કે-“મારું ભણવાનું બગડશે એમ ધારીને, તેઓ વૈચાવૃત્યના સમયે પણ ભણવાનું ચાલુ રાખીને, વૈયાવૃત્યના લાભથી વંચિત રહે છે. એમ કરનારને પ્રભુના ફરમાનનું સાચું જ્ઞાન નથી, માટે તેને હિતાહિતનું ભાન નથી. એવા અવસરને માટે, ગ્લાન સાધુની સેવાની આવશ્યકતાના અવસરને માટે, પ્રભુનું એ ફરમાન છે