________________
૪૩૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને છતાં પણ, તેની સિદ્ધિને પામી શકાતું નથી. કાલ પણ એક દ્રવ્ય છે અને તેને પણ પાંચ સમવાયમાં એક કારણ માનવામાં આવ્યું છે. ગમે તે કાલે ભણાય એવું છે જ નહિ. વ્યન્તર દે છલે છેઃ
અકાલે ભણવાથી, સૂત્રમાં ગુંથાએલા તથાવિધ મંત્રાક્ષરોના વેગે, વ્યન્તર દેવાની ગતિ પણ શેકાઈ જાય છે અને એના પરિણામે પણ નુકશાન થવાનો સંભવ છે. વ્યન્તર દેવે અકાલે જ ફરવા નીકળે છે, માટે અકાલે સૂત્ર ભણવામાં વિનની સંભાવના રહેલી છે. કેવળ પાઠ માત્રથી, ઉત્થાન અને સમુત્થાન સૂત્રો, ગામને અનુક્રમે ઉંચું–નીચું કરી નાખતાં અને શાન્ત પણ કરી દેતાં. સૂત્રો એવા મંત્રાક્ષથી ભરેલાં પણ હોય. આવા મહિમાવાળાં સૂવે હોય છે અને તેવાં સૂત્રોના ઉચ્ચારણથી દેવની ગતિ પણ ખલિત થાય છે અને તેથી તેઓ ખીજાય છે. એમ બનવાથી દે, સાધુને છળવાને છિદ્રો જોયા કરે છે. પોતાની ક્રિયામાં મસ્ત રહેનાર અપ્રમત્ત સાધુને, વ્યન્તર દેવે છિદ્ર વિના છળી શક્તા નથી. વિના છિદ્ર છળવાની તાકાત વૈમાનિક દેવોની છે. પૂર્વભવનો વૈરભાવ ઈત્યાદિ કારણે, વૈમાનિક દે, ક્રિયારત મુનિને ય, વિના છિદ્ર પણ છળનારા બને એ શક્ય છે; પરંતુ વ્યન્તરિક દેવની તેવી તાકાત નથી. આ કારણે પણ નિષિદ્ધ સમયે સ્વાધ્યાય નહિ કરે, એ હિતાવહ છે. ગ્લાન સાધુની સેવામાં મારી સેવા રહેલી છે-એ ફરમાનને
ભણવાના રસમાં ભૂલાય નહિ? નિષિદ્ધ કાલે સ્વાધ્યાય કરી રહેલા એક સાધુને, ભર