________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૪૩૫
અકાલવેલાઓએ સ્વાધ્યાયના ત્યાગ તરફ રાખવું જોઈએ. ભવા છતાં નિષિદ્ધ કાલે ભણે તે વિરાધના :
નિષિદ્ધ સમયે, ભણવાના લેભે પણ ભણાય નહિ. નિષિદ્ધ સમયે તે, ભણવા છતાં પણ વિરાધના થાય. આમ સ્વાધ્યાય કરે એ આરાધના છે, પરંતુ નિષિદ્ધ સમયની આજ્ઞાને અવગણી, તે વિરાધના કહેવાય. એક આજ્ઞાની જાણવા છતાં વિરાધના કરે, એ આજ્ઞાની અવગણના કરે, તે બીજી આજ્ઞાને પાળવા છતાં પણ, આરાધક બને નહિ પણ વિરાધક બને. એટલે નિષિદ્ધ સમયે ભણવાના લોભે ભણવાથી પણ આરાધના નથી. આરાધભાવ મેક્ષદાયક છે અને વિરાધકભાવ સંસારવર્ધક છે, માટે સૂત્રની આજ્ઞા તરફ ધ્યાન આપવું. કાલે નહિ ભણતાં અકાલે ભણવાથી સૂત્રની વિરાધના થવા ઉપરાન્ત, ક્ષુદ્ર દેવતા છળી પણ જાય, તેથી આત્મવિરાધના થાય તેમ જ સંયમવિરાધનાને પણ સંભવ ખરે. હંમેશાં, દરેક કાર્યમાં, જેને જે કાલ હોય તે કાલ જ તે કાર્યમાં ફલદાયી બની શકે છે. “સૂત્ર જેવી વસ્તુને ભણવામાં વળી આ કાલે આમ ભણવું ને આ કાલે નહિ ભણવું, એ નિયમ કે?”—આ પ્રશ્ન, આ તર્ક, આવી શંકા રખે કરતા. સારી વસ્તુઓને માટે, વિશિષ્ટ ફળને પેદા કરનારી વસ્તુએને માટે, કાલની અનુકૂળતા પણ આવશ્યક છે. કેઈ કઈ મંત્ર સિદ્ધ કરવાના હોય છે, તે તેને કાલ પણ નક્કી કરેલ હોય છે. સર્પની વિદ્યા, સર્પના ઝેરને ઉતારી દેનારે મંત્ર, કાળી ચૌદશે કે ગ્રહણાદિ સમયે સિદ્ધ કરવામાં આવે, તે સિદ્ધ થાય છે, પણ તે વિનાના સમયે તેને અન્ય વિધિ કરવા