________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૪૩૩
પિરિસીમાં થાય અને તેનું અર્થોધ્યયન બીજી પિરિસીમાં તથા ત્રીજી પરિસીમાં થાય, એમ નિશ્ચિત કરાએલું છે. જે પહેલી કે ચેથી પરિસીમાં સૂવાધ્યયનને કરવાને બદલે અર્થોધ્યયન કરે અને બીજી કે ત્રીજી પરિસીમાં તેના અધ્યયનને કરવાને બદલે સૂત્રાધ્યયન કરે, તો તેમ કરનાર સાધુ પાયશ્ચિતને પાત્ર બને, એવું મહાપુરૂષોએ ફરમાવ્યું છે. શ્રી દશકાલિક આદિ સૂત્રને ભણવાને માટે તેવા પ્રકારનું કાલ સંબંધી નિયમન નથી, એટલે એ સૂત્રને ઉત્કાલિક સૂત્રો તરીકે ઓળખવામાં આવે છે. બીજો પણ હેતુ છે. સૂત્રોના અધ્યયન અંગે ગદ્વહન કરવાના હેય છે. તેમાં કાલિક સૂત્રને અંગે કાલગ્રહણની પણ ક્રિયા વિશેષ કરવાની હોય છે. વળી તેમાં અમુક અમુક વર્ષના દીક્ષા પર્યાયની અપેક્ષા પણ રહે છે. આ શ્રી ભગવતીજી સૂત્ર, એ પણ એક કાલિક સૂત્ર છે, તેથી જેને દશ વર્ષને કે દશ વર્ષથી અધિક એટલે દીક્ષા પર્યાય થયે છે એ સાધુ, કાલગ્રહણની ક્રિયા વિશેષ કર્યા બાદ જ, આ સૂત્રને ભણી શકે છે. વિધિમાર્ગ એ છે કે ત્યાં સુધી ગુરૂથી એ સાધુને સૂત્રદાન કરી શકાય નહિ અને એ સાધુથી સૂત્રગ્રહણ કરી શકાય નહિ. સૂત્રજ્ઞાનનું દાન કરવાના અભિલાષિઓએ અને સૂત્રજ્ઞાનના અથી આત્માઓએ, આ નિયમનું પણ પાલન અવશ્ય કરવું જોઈએ, કારણ કે-વિધિ બલવાન છે. આજ્ઞા એ આજ્ઞા. જેને આજ્ઞા ઉપર પ્રેમ નથી, આજ્ઞાના પાલનની દરકાર નથી, તે સૂત્રને ભણાવે કે સૂત્રને ભણે, તેમાં કાંઈ ભલીવાર આવે જ નહિ. દરેક પ્રકારની આરાધનામાં આજ્ઞા પ્રત્યેના આદરની જ પ્રધાનતા છે. એ આદર વિનાની આરાધના, આરાધના નહિ,