________________
૪૩૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો વિંટળાએલ હોય, તેને પણ પરિકર કહેવાય. જયકુંજરને જ્યારે શેભાને માટે કે સંગ્રામને માટે બહાર કાઢવામાં આવે છે, ત્યારે તેને શણગારવામાં આવે છે. તેમાં તેના શરીરના વચલા ભાગને તંગ કરવામાં આવે છે. હાલમાં પણ હાથીને રેશમી રંગબેરંગી પટાઓ બાંધવામાં આવે છે. એ તંગ હાથી પાસેથી હાથીનું કાર્ચ લેવામાં સહાયક બને છે. એ તો વિના હાથી પિતાનું ધાર્યું કાર્ય આપી શકે નહિ. એ જ રીતિએ, શ્રી ભગવતીજી સૂત્ર પાસેથી ધાર્યું કાર્ય લેવું હોય, તો કાલાદિક આઠનું જે બન્ધન છે, તેને સ્વીકારવું જ જોઈએ. કાલ, વિનય, બહુમાન, ઉપધાન, અનિદ્દનવન, વ્યંજન, અર્થ અને વ્યંજનાર્થ ઉભય-એ આઠ પ્રકારે પ્રવચને પચાર છે. આ કાલાદિ આઠને જ્ઞાનાચારે કહેવાય છે. જ્ઞાનાચાર એટલે તે આચાર, કે જે આચારનું પાલન જ્ઞાનની લેવડ અને દેવડમાં અવશ્ય કરવું જોઈએ. જ્ઞાન દેનાર અને જ્ઞાન લેનાર, બન્નેને માટે આ બન્ધન છે. આ બન્ધનને અવગણીને જ્ઞાન લઈ-દઈ શકાય નહિ. આ બન્ધનને અવગણને, જ્ઞાનની લેવડ–દેવડ કરનારાઓ, જ્ઞાનની અશાતના કરનારા બનીને જ્ઞાનના ફલને પામનારા બની શક્તા નથી. કાલિક સૂત્ર અને ઉત્કાલિક સૂત્ર :
શાસ્ત્રકાર મહાપુરૂષે ફરમાવે છે કે-શ્રી આગમગ્રન્થ બે પ્રકારના છે. એક કાલિક અને બીજા ઉત્કાલિક. જે સૂત્રોના અધ્યયનાદિને માટે સમય નિશ્ચિત કરવામાં આવેલ છે, તેવાં - સૂત્રોને કાલિક સૂત્રો કહેવાય છે. જેમ કે-શ્રી આચારાંગ આદિ સૂત્રોનું સૂત્રાધ્યયન પહેલી પિરિસીમાં થાય તથા છેલ્લી