________________
૪૩૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો જીવને મારે નહિ! ન જ મારે, ભલે તમારે સ્વાર્થ હણાતો હાય, તે પણ ન જ મારે! પિતાના સ્વાર્થને માટે બીજાના સ્વાર્થને લંટનારા ભવમાં ભટકનારા છે, પોતાના આત્મામાં દુઃખને ભરનારા છે, પિતાના સુખને હરનારા છે, પિતાના કુશળને તિલાંજલિ દેનાર છે. સજ્જન કે સુજ્ઞ પ્રાણી તે જ કહેવાય, કે જે બીજાના સ્વાર્થને લૂંટતું નથી. જે અહીં પોતાની થેડીશી મતલબને ખાતર બીજાના પ્રાણને, ધનને, યશને લૂંટે છે, તે અનેક જન્મમાં પામર બનીને કંગાલા અવસ્થાને ભોગવે છે. મારવાનું બંધ કરીને જ મરવાનું બંધ કરી શકાય છે. મારવાનું બંધ કરવાને માટે, જી ક્યાં ક્યાં હોય છે–તે જાણવાનો પ્રયત્ન કરે જોઈએ, જીના મરણમાં કેવી કેવી રીતિએ નિમિત્ત બનાય છે તે જાણવું જોઈએ અને શાના શાના ત્યાગથી છાના મરણમાં નિમિત્ત બનતાં બચાય—એ જાણવું જોઈએ. આ બધી વાતને જ્યારે તમને સાચે ખ્યાલ આવે, ત્યારે તમારા હૈયામાં સાધુપણાને માટે તલસાટ જાગે. પછી તમને સાધુજીવનને પામ્યા વિના ચેન પડે નહિ. એનું કારણ એ છે કે–અહિંસક ભાવને સાચો અને પરિપૂર્ણ અમલ, એક માત્ર સાચા સાધુજીવનમાં જ થઈ શકે છે, પણ બીજે થઈ શકતો નથી. આ પણ એક પ્રકારે નિગમન છે. આજે જે વાતો કહેવાઈ તેના નિગમન તરીકે તમને આ સાધુપણાને પામવાની વાત કહેવાઈ.