________________
બીજો ભાગ-શાસ્ત્રપ્રસ્તાવના
૪૨૯ સર્વથા રહિત બની ગયેલા છે. જન્મ તે મરે અને ન જન્મે તે જ કે જે કર્મરહિત જ હેય. તમે જમ્યા છો, એટલે મર્યા વિના છૂટકે થવાનું છે? અને મર્યા પછી પણ જમ્યા વિના ય છૂટકે થવાનું છે? એ જન્મમાં ય મરવાનું તે ખરું જ ને? તો પછી મરવાને ડર છે? મરણના ડરને જન્મના ડરમાં કેન્દ્રિત બનાવે. જન્મથી ડરીને જન્મના ડરને કર્મના બંધના ડરમાં કેન્દ્રિત કરે. કર્મના બંધથી ડરીને સંવરને સાધી નિર્જરા કરવા માંડો. નવાં કર્મ બંધાય નહિ, બંધાય તે તરત ખપ્યા કરે અને જૂનાં કર્મોની નિર્જરા સધાય, તે કર્મરહિતપણે મરવાને અવસર આવે. એ રીતિએ જે મરે, તે મરીને જન્મ નહિ અને જે જન્મે નહિ તેને મરવાનું કદી પણ આવે નહિ. મરણથી આટલા બધા ડરનારા તમે, જે વિવેકમાં આવી જાવ, તે તમે ભવથી જ ડરનારા બને, સંસારથી જ ડરનારા બને અને તમે સમજો કે–સંસારથી છૂટ્યા વિના મરણથી છૂટાય એ શક્ય જ નથી. મારવાથી બચે તે મરવાથી બચાયઃ
સંસારથી છૂટવાને માટે, જીવે અહિંસક ભાવને પેદા કરીને, એને ખૂબ ખૂબ ખીલવો જોઈએ. મારનારે મરવાથી બચી શક્તા નથી. મારવાથી બચવું, એ મરવાથી બચવા બરાબર છે. પિતાના માટે જે અન્ય કેઈ પણ પ્રાણીને મારે છે, તે વસ્તુતઃ પિતાને મારે છે અને પિતાના મરણને જ પેદા કરે છે. મરતા તે નથી, કે જે કઈ પણ પ્રાણીને, સત્ત્વને, ભૂતને કે જીવને મારતું નથી. મરણને ડર હોય, મરવું ન ગમતું હોય, મરણને જ મારવું હોય, તે તમે કઈ પણ