________________
૪૪૧
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના ચતુવિધ શ્રીસંઘ ઉપર પણ રાગ હોય જ. ભગવાન ઉપર જેને રાગ હોય, તેને ભગવાનના ભક્તો ઉપર પણ રાગ હોય જ. રાગ હેય-એટલું જ નહિ, પણ જેમ જેમ અધિકગુણું તેમ તેમ અધિક ભક્તિને ભાવ–એવી દશા હોય. તમને ચતુવિધ શ્રીસંઘ ઉપર રાગ છે ? ભક્તિ છે ? ચતુર્વિધ શ્રીસંઘમાંની એક પણ વ્યક્તિને સીદાતી જોઈને તમારું હૈયું સદાય, એવું હૈયું છે? શાસનના રાગનું આ રીતિએ પણ માપ નીકળે. જેના હૈયામાં શાસનનો રાગ હોય, તેનાથી કઈ પણ સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા સૌદાય, તે ખમાય નહિ. તેમાં ય સાધુ-- સાધ્વી અધિકગુણ હેવાથી, તેમના પ્રત્યે અધિકાધિક ભક્તિને ભાવ હોય. ભક્તિને ભાવ હેય, એટલે અવસરે રક્ષા કરવાનું મન થયા વિના પણ રહે નહિ. શાસનદેવતાને હૈયામાં ભક્તિનો ભાવ હતો, માટે એ સાધુનું રક્ષણ કરવાનો વિચાર આવ્યું અને એથી જ એ સાધુને ઉપગ આપવાને માટે ઉચિત ઉપાચ યેજી શકાય. સાધુની ભૂલને જોઈને, એને તિરસ્કારને ભાવ આવ્યો નહિ, નિન્દા કરવાનું મન થયું નહિ, પણ એમની આશાતના ન થાય-એવી રીતિએ એમને એમની ભૂલનો ખ્યાલ આપવાનું મન થયું. એ ભક્તિભાવને જ પ્રતાપ હતો કે-શાસનદેવતાએ આહીરણના રૂપને ધારણ કર્યું. તમે અથવા તે આજનાઓ, સાધુઓને ભૂલતા જોઈને અથવા તે સાધુ ભૂલ કરે છે–એમ જાણીને, કેવું કરવા તરફ ઢળે, એ તમે વિચારી લે. વિનયના દશ પ્રકારે:
કાલાચાર પછી વિનયાચાર. જ્ઞાની, જ્ઞાન અને જ્ઞાનોપ