________________
ખીજો ભાગ–શાસ્રપ્રસ્તાવના
૪૪૩
પ્રકારના જ્ઞાનીના વિનય, એ પણ બીજો જ્ઞાનાચાર ગણાય છે.
વિનય એ ધર્મનું મૂળ છે
"
જેમની પાસેથી જ્ઞાન લેવાનું હાય, જ્ઞાન મેળવવાનું હાય, તેમના પ્રત્યે વિનયને આચરવામાં આત્માને ખૂબ ખૂબ કેળવવા જોઈએ. વિદ્યાદાતા ગુરૂ પરમ ઉપકરી છે, માટે તેમનાં ચરણામાં વારંવાર ઝુકવું જોઇએ. વિનય વિના તે સામાન્ય મંત્ર પણ કથાં લેવાય છે? દુનિયાના વ્યવહાર પણ વિનય વિના કયાં ચાલે છે? દુનિયામાં પણ જેમની પાસેથી કે જેમના દ્વારા કાંઈક મેળવવું હાય, તેને સલામ ભરવી પડે છે ને ? કોઈને અરજ કરવી હેાય, તે શેઠ સાહેબ, કૃપાનિધિ’ વિગેરે માનવાચક શબ્દો લખીને, તેમને ‘ નમસ્કાર આદિ કરૂં છું ’–એમ જણાવવું પડે છે અને અરજની વિગતમાં પણ નમ્રતાભરી ભાષા વાપરવી પડે છે. લૌકિક સિદ્ધિમાં પણ આટલા વિનય જરૂરી છે, તેા સમ્યક્ શ્રુતના જ્ઞાનનું ઉપાર્જન કરવામાં, વિનય વિના ચાલે જ કયાંથી ? અહીં તેા, વિશિષ્ટ તથા નિર્દેમ્ભ વિનય જોઇએ. વિનય, એ ધર્મનું મૂળ છે. • વિળયમૂહસ્સ’–આ સૂત્રને સાધુઓએ દર પંદર દિવસે તે અવશ્ય યાદ કરવાનું હોય છે. જેનામાં વિનય નથી, તેનામાં ધર્મ નથી અને ધર્મ આવતા પણ નથી. વિનય હોય તે સહનશીલતા પણ આવે, એટલે સવર પણ આવે. સંવર આવે એટલે નિર્જરા પણ આવે. નિર્જરા થવાથી કર્મરહિત થવાય અને કર્મરહિત થવાય એટલે મુક્તિ મળે. મુક્તિ મળે એટલે આત્મા અભ્યામાધ સુખસાગરમાં શાશ્વત ઝીલ્યા કરે. આ તમામ વિનયમાં સમાએલ છે. વિનયહીનને જ્ઞાન