________________
૨૨૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ઉપસર્ગ, નિપાત અને અવ્યયની વાત તો આવી ગઈ એટલે એ સિવાયનાં જેટલું પદે છે, તે બધાં વિભક્તિના પ્રત્યથી સહિત છે. કોઈ પણ શબ્દને વિભક્તિના પ્રત્યે લગાડતી વખતે, એ જોવું પડે છે કે–આ શબ્દ કયા લિંગને છે ? કારણ કે વિભક્તિના પ્રત્યમાં લિંગભેદને અંગે ભેદ પણ પડે છે. જેમ કે–પહેલી વિભક્તિને પ્રત્યય લગાડવાને હેય, પણ પહેલી વિભક્તિને પ્રત્યય પુલિગ શબ્દને માટેને ય જૂદ હોય છે. સ્ત્રીલિંગ શબ્દને માટે ય જૂદે નહિ તે વિકૃતિ પામેલે હેય છે અને નપુસકલિંગ શબ્દને માટેને ય આદેશે જુદે હેાય છે. શબ્દને એ મુજબ પ્રત્યય લાગે, ત્યારે એ પદ બને. હવે તમે વિચાર કરે છે–પદમાં જે શબ્દ રહેલે છે, તેનું લિંગ દેખાય છે ? ના. અને વિભક્તિ ? વિભક્તિ દેખાય છે. વિભક્તિ દેખાય છે એટલું જ નહિ, પણ એ વિભક્તિના પ્રત્યે દ્વારા જાણકાર શબ્દના લિંગની કલ્પના પણ કેટલેક અંશે કરી શકે છે. આટલા જ માટે “વિભક્તિ અને લિંગથી યુક્ત” એમ નહિ કહેતાં, “લિંગ અને વિભક્તિથી યુક્ત”—એમ કહ્યું છે. પહેલું લિંગ અને પછી વિભક્તિ. આ શ્રી ભગવતીજી સૂત્રમાં વપરાએલા શબ્દો પુલ્લિગ, સ્ત્રીલિંગ કે નપુંસકલિંગવાળા છે, માટે આ શ્રી ભાગવતીજી સૂત્ર લિંગયુક્ત પણ છે અને એ શબ્દો વિભક્તિએ સહિત છે, માટે આ શ્રી ભાગવતીજી સૂત્ર વિભક્તિયુક્ત પણ છે. શ્રી ભગવતીજી સૂત્રમાં પ્રાકૃત ભાષાના વ્યાકરણના નિયમાનુસાર છ વિભક્તિ છે. પ્રાકૃત ભાષાના વ્યાકરણમાં ચોથી વિભક્તિ નથી; કારણ કે–પ્રાકૃત ભાષામાં ચોથી વિભક્તિના સ્થાનમાં પણ પ્રાયઃ છઠી વિભક્તિ વપરાય છે.