________________
૩૭૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને દેવોએ જે જે અનુષ્ઠાને ઉપદેશ્યાં છે તે એટલે મોક્ષને પ્રાપ્ત કરાવનારી કિયા, એ ચરણ છે. જ્ઞાન ગમે તેટલું હોય, પણ જે ચરણ ન હોય તો તે જ્ઞાન વાંઝીયું છે. જ્ઞાન ફળવાળું ત્યારે જ બને, કે જ્યારે જ્ઞાનનું ફળ જે વિરતિ છે, તે આવે. જેમ મિથ્યાત્વ રૂપ અંધકાર બન્યું રહે તો તે જ્ઞાન એ જ્ઞાન નથી, તેમ જ્ઞાન ફળવાળું બન્યું જ ત્યારે કહેવાય, કે જ્યારે વિરતિ આવે. જ્ઞાનને સફલ બનાવનાર ચરણ છે. વૃક્ષ વિના ફળ પેદા થઈ શકે નહિ, પણ ફળ વિનાના વૃક્ષની કિંમતેય શી છે ? જ્ઞાનને પ્રધાન પદ આપનાર કહે છે કે-જ્ઞાન વિના કિયાની શુદ્ધિ નથી. જયાં સુધી પહોંચવા ગ્ય સ્થળનું અને સ્થળે પહોંચવાના માર્ગનું જ્ઞાન ન થાય, ત્યાં સુધી એકલી ક્રિયા કરે શું? ઈટ સિદ્ધિ ક્યાં છે અને તેનાં સાધનો કયાં કયાં છે તેને બતાવનાર જ્ઞાન છે. હિત અને અહિત તથા શાનાથી હિત અને શાનાથી અહિત–એને બતાવનાર પણ જ્ઞાન છે. એ જ્ઞાન વિના કિયા સલ્કિયા રૂપે થાય નહિ પણ અવળી થાય અને એથી સંસાર વધે. અજ્ઞાની ભારેમાં ભારે તપ કરે, તો પણ તે તપ મોક્ષને મેળવી આપનારે બનતા નથી. આથી જ કહેવાય છે કે-અજ્ઞાન એ જ મહા કષ્ટ છે. આમ જ્ઞાનની મહત્તા અને આવશ્યકતા ઘણું છે, પણ આવી રીતિએ કહેવામાં ક્રિયાને નિષેધ નથી. ક્રિયાને સફલ બનાવનાર જ્ઞાન છે–એમ કહ્યું, એટલે કિયા તે ઉભી જ રહી ને? કિયા જ ન હોય તે જ્ઞાન સફલ બનાવે છેને ? એટલે જ્ઞાનને નામે કિયાને ઉત્થાપી શકાય તેમ નથી અને કિયાને નામે જ્ઞાનને ઉત્થાપી શકાય તેમ નથી. જ્ઞાનની સફળતા ચરણને લઈને છે અને ચરણની સફળતા જ્ઞાનને લઈને છે.