________________
૪૧૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
લાયકાત કેનામાં હોઈ શકે છે? જગતને નાથ જગતનું કેવું ભલું કરે, તે તે ખરેખર નાથ કહેવાય? રાજા આદિ નાથ કહેવાય છે, તે રાજા આદિના કર્તવ્યને જાણે છે ? પિતાની પ્રજાને સુખનાં સાધનો પમાડવાં અને પ્રજાની પાસે સુખનાં જે સાધન હોય, તેનું રક્ષણ કરવું, એ રાજાની ફરજ છે. પ્રજાના સુખનાં સાધનોને લૂંટનાર, પ્રજાની પીડાની દરકાર નહિ કરનાર, પ્રજાના ગે રાજસમૃદ્ધિની રક્ષા ને વૃદ્ધિ કરનાર રાજા, એ રાજા નથી પણ લૂંટારે છે. રાજ્યને સાચો સંચાલક તે જ, કે જેને અહનિશ પ્રજાના સુખની ચિન્તા રહે અને પ્રજાના સુખ માટે જરૂરી શક્ય પ્રયત્ન કરતાં જે અચકાય નહિ. સાચે રાજા તે પ્રજાની આબાદીમાં જ પિતાની આબાદી માનનારે હોય છે. આવે સાચો રાજા પણ, પ્રજાના કલ્યાણનું કારણ, કેટલેક અંશે બને ? સંસારના જીવ માત્રને કલ્યાણની વાત તો તેની મર્યાદામાં નથી. તેની પ્રજા પૂરતી જ તેની મર્યાદા છે. એ પ્રજાના પણ ઈહલૌકિક અથવા તો પૌગલિક કલ્યાણની એને અપેક્ષા છે. જ્યારે આપણે તો એવા નાથની વાત કરવી છે, કે જે જગતના જીવ માત્રના નાથ કહેવાવાને લાયક હોય. એમાં, સૌથી પહેલો નંબર ભગવાન શ્રી જિનેશ્વરદેવને જ આવે. જગતના જીવ માત્રના કલ્યાણ કરનારા શાસનની સ્થાપના તો, માત્ર એ જ પરમ પુણ્યવંતથી થાય છે. પગલિક સુખનાં સાધનેને એગ કરી આપીને અને તેનું રક્ષણ કરવા પ્રયત્ન કરીને પણ, કેઈ પણ જીવને સાચી રીતિએ અને સર્વ પ્રકારે દુઃખથી મુક્ત કરી શકાતું નથી અને એથી સંપૂર્ણ સુખને પમાડી શકાતો નથી. એ માટે તો, એક માત્ર મોક્ષનું જ દાન કરવું આવ