________________
૪૧પ
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના રૂઓએ પહેલો પ્રયત્ન પિતાની રત્નત્રયીની પાલનાને કરવાને છે અને રત્નત્રયીની પાલન કરતે કરતે રત્નત્રયીનો. પ્રચાર કરવાનું છે. રત્નત્રયીની પાલનાને નેવે મૂકનારા વેષધારિએ પોતે જ અનાથ બની ગયેલા છે, તો બીજાઓને તેઓ પોતાનાથી સનાથ શી રીતિએ બનાવી શકવાના હતા? એટલે પરોપકારના નામે પણ રત્નત્રયીના માર્ગથી ભ્રષ્ટ થનારાએ, સાચા પપકારને સાધનારા બની શકતા જ નથી. વળી, સદગુરૂઓ તે, પિતાના શિષ્ય–પ્રશિષ્યાદિને રત્નત્રયીમાં વૃદ્ધિ પમાડનારા તથા તેમની રત્નત્રયીની પાલનામાં સહાયક બનનારા હોય છે. કેઈ પણ જીવ રત્નત્રયીના માર્ગથી ભ્રષ્ટ બને નહિ–તેની તેઓને ભારે કાળજી હોય છે. રત્નત્રયીના માર્ગથી ભ્રષ્ટ થતા જીવની ઉપર તો, તેઓ કરૂણને ધેધ વરસાવીને, તે જીવને રત્નત્રયીમાં સુસ્થિર બનાવવાનો પ્રયત્ન કરે છે. આ શાસન પડતાને કે પડેલાને પાટુ મારનાર નથી, પણ પડતાને ઝીલનાર છે અને પડેલાને પણ ઉદ્ધરનાર છે. નાથનું કામ કલ્યાણ જ કરવાનું છે. અકલ્યાણ કરવાનું કામ નાથનું નથી. અકલ્યાણ કરી રહેલાને કલ્યાણ કરનારા બનાવવા–એ નાથનું કામ છે, પણ કેઈ અકલ્યાણને પંથે પડી, જાય—એવું કરવાનું કામ નાથનું નથી. સદ્દગુરૂએ પણ ભવ્ય જગને સનાથ બનાવનારા જ હોવા જોઈએ. ભવ્ય જગતું તે જ ગુરૂઓથી સનાથ બની શકે છે, કે જે સદ્ગુરૂઓ માત્ર રત્નત્રયીને પામી શકે અને પાળી શકે-એવા જ પ્રકારના ઉપદેશનું અને આચરણનું દાન કરે છે. રત્નત્રયીની પ્રાપ્તિમાં અથવા તે રત્નત્રયીની પાલનામાં વિનકર બને, એવું એક પણ વચન ગુરૂઓથી બેલી શકાય જ નહિ. એવું બેલે,