________________
૪૧૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
પ્રસ્તાવના કેવી હોય, એ વાત તે આપણે કરી ગયા છીએ. ફૂટની જગ્યાએ પ્રસ્તાવના જણાવી, તેનું કારણ એ છે કે-શૂઢથી આ હાથી છે એવું જ્ઞાન થાય છે. સૂંઢ એકલી દેખાતી હોય, તે પણ તે દ્વારા હાથી અનુમિત થાય છે. શૂઢ હાથીના અગ્રભાગમાં હોય છે. શું ઉપરથી હાથી કેટલે ઉચે છે ને કે લક્ષણવંતો છે, તેની કલ્પના પણ આવી શકે છે. હાથી સઘળાંય કાર્યો શંઢ દ્વારા કરે છે. એવી જ રીતિએ, પ્રસ્તાવના દ્વારા પણ આ ગ્રન્થ કર્યો છે અને કે છે, એની પિછાન થાય છે. પ્રસ્તાવનાથી ગ્રન્થની વિશદતા, મહત્તા, લાક્ષણિકતા આદિને જાણી શકાય છે. પ્રસ્તાવના પણ ગ્રન્થની આદિમાં જ હોય છે. સાચે ગ્રન્થકાર જે પ્રસ્તાવના કરે છે, તે પ્રસ્તાવનાને વળગી રહીને જ ગ્રન્થને વહાવે છે. આમ પ્રસ્તાવનાને અપાએલી ઢની ઉપમા સ્થાને જ છે.
ટીકાકાર મહષિએ માત્ર શંઢ નહિ જણાવતાં, પ્રચર્ડ ચૂંઢ જણાવેલ છે. જયકુંજરની શૂઢ પ્રચણ્ડ હેય છે. શ્રી ભગવતીજી સૂત્રની પ્રસ્તાવના પણ એવી પ્રચણ્ડ છે કે–આખા ગ્રન્થમાંની એક પણ બાબતને કેઈ મિથ્યા કરાવવાને માટે સમર્થ બની શકે નહિ. એવી વચનરચનાથી પ્રસ્તાવના કરવામાં આવેલી છે કે–એ પ્રસ્તાવના સૂત્રના સત્યવાદિપણાની સુરક્ષક બની રહી શકે.