________________
૪૨૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને તમે નવલિકાઓ વિગેરે વાંચે છે, તેમાં ઘણી વાર બે બેલ, પ્રસ્તાવના વિગેરેની માફક છેવટે ઉપસંહાર પણ આવે છે ને? કેટલાકે એવા હોય છે કે–આમ વિસ્તૃત પ્રતિપાદન કરતાં આવડે, પણ ઉપસંહાર કરતાં આવડે નહિ. ઉપસંહાર તે એ. હોય કે-ગ્રન્થના રહસ્યને ખોલી નાખે. પાછલી બધી વિગતેને મનમાં ઉપસ્થિત કરાવી દે, શ્રી ભગવતીજી સૂત્ર પણ નિગમરહિત નથી પણ નિગમનયુક્ત છે અને જે નિગમન છે. તે પણ અતુચ્છ છે. નિગમન ક્ષુદ્રતાવાળું નથી, પણ ગંભીરતાવાળું છે. પરમ ઉપકારીઓ નિગમન કેવું કરે છે, તે તે. સ્થાને જેવાને મળે છે. ઉપકારીઓએ રચેલા કથાગ્રન્થોમાં ય એ હોય છે, પણ એ વસ્તુ લક્ષ્યમાં આવે એવી દષ્ટિ જોઈએ ને? નવલિકાઓના નિગમનની વાત ખાસ વાંચે, ખાસ યાદ રાખે અને ધર્મકથાઓના નિગમનને પ્રાયઃ વાંચ્યું–ન વાંચ્યું કરે. કેમ કે-પણે રસ છે અને અહીં રસ નથી, એવી જ દશા. મોટે ભાગે છે ને ? તમે જે ધર્મકથાઓને નિગમનને પણ સારી રીતિએ વાંચ્યું હતું, તે ય તમને શાસનના રહસ્યને ઘણે ખ્યાલ આવ્યું હોત. મધુબિન્દુનું દષ્ટાન્તઃ
તમારામાંના ઘણાઓએ મધુબિન્દુની કથા વાંચી કે સાંભળી હશે, પણ એનું નિગમન તમને યાદ છે ? એનું નિગમન યાદ રહે, હૈયે રહે અને તમે આવી રીતિએ સંસારમાં નફકરા થઈને રહી શકે, એ બની શકે એવી વસ્તુ જ નથી.
કેઈ એક આદમી સાર્થની સાથે એક દેશથી બીજા દેશમાં અને બીજા દેશથી ત્રીજા દેશમાં ફરતો. એક વાર