________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૪૨૩
નીચેની પરિસ્થિતિને આવી જેઈને, એ માણસે ઉંચે જેવા માંડ્યું. ઉચે જોયું તે, જે ડાળને પકડીને એ માણસ લટકી રહ્યો હતો, તે ડાળને છેદવાને પ્રયત્ન, એક પેળે અને એક કાળે–એવા બે ઉંદરે કરી રહ્યા હતા.
એક બાજુ બે ઉંદરે ડાળને છેદવાને પ્રયત્ન કરી રહ્યા હતા, જ્યારે બીજી બાજુ પેલે મદેન્મત્ત હાથી, એ માણસ તેના હાથમાં નહિ આવ્યો તેથી, આખા વડવૃક્ષને જાણે ઉખેડી નાખવાને માગતો હોય, તેમ એ વૃક્ષની શાખાને હલાવી રહ્યો હતો અને એથી જ એ માણસે પકડેલી ડાળ હીંચોળાની જેમ હાલતી હતી.
આટલી ભયાનકતા જાણે કમ હેચ. તેમ વધારામાં બન્યું એવું કે-એ શાખા ઉપર મધપુડે હતે. હાથીએ શાખાને હલાવી, એટલે મધપુડાને વળગેલી મધમાખીએ ઉડી. મધમાખીઓ ઉડીને પાસેના માણસને વળગી પડે છે, એ તે તમે જાણે છે ને ? પેલી મધમાખીઓ પેલા માણસના આખા ય શરીરને વળગી પડી અને ડંખ દેવા લાગી.
આટલી બધી ભયકારક અને દુઃખમય હાલતમાં એ માણસને એક સુખ પ્રાપ્ત થયું. શાખાના હાલ્યા કરવાથી મધપુડામાંથી મધનું એક એક બિન્દુ પેલા માણસના કપાળ ઉપર પડવા માંડયું અને તે ધીમે ધીમે નીચે ઉતરતાં એ માણસના મોંઢામાં પડવા લાગ્યું. - એ મધનાં બિન્દુઓને એટલો સ્વાદ મળતાં, એ માણસને ભારે સુખ અનુભવવા જેવું લાગ્યું. તેને એ સુખને એટલે બધા લેભ લાગી ગયો કે તે તેની મેર જે. ભયાનકતા પ્રસરી રહેલી હતી, તેને સાવ વિસરી ગયેલ