________________
જો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૪૫
વિદ્યાધર એ કુવામાંથી બહાર કાઢવાને ઈચ્છે, તે એ પુરૂષ મધુબિન્દુના સ્વાદની લાલસાએ જરા સરખા પણ વિલંબ કરે નહિ. સંસારી જીવા, મધુબિન્દુના સ્વાદમાં લુબ્ધ બનીને, શાણપણને ગુમાવી બેઠા છે અને એથી જ તેઓ નિશ્ચિન્તપણે વિષયજન્ય સુખાને ભાગવટા કરી શકે છે. મૃત્યુ પૂંઠે પડેલું છે, આયુષ્ય ક્ષીણ થઈ રહ્યું છે, ચાર કષાયેા પીડીને પાછા પાપથી ભારે બનાવી રહ્યા છે અને વિષયલુબ્ધ જીવ મહુ પાપથી ભારે અને તે નરકગતિમાં જ જાય એવી હાલત છે, છતાં પણ એ બધાને માણસ ક્ષણિક, અત્ય૫ અને દુઃખથી ભરેલા એવા વિષયજન્ય સુખની લાલસાને વશ પત્નીને ગણકારતા નથી.
આ નિગમન હૈયે વસે તે :
આ દૃષ્ટાન્ત તમે કાઈ વાર સાંભળેલું કે વાંચેલું ખરૂં એના ઉપનય પણ સાંભળેલા કે વાંચેલા ? કદાચ ત્યાં સુધી તે કેટલાકાને આ દૃષ્ટાન્ત પણ યાદ હશે, પણ નિગમન ચાદ છે કે નહિ, એ જ અગત્યની બાબત છે. નિગમન પણ માત્ર જાણવા ખાતર જ યાદ હાય, તે તેના કાંઈ વિશેષ અર્થ નથી. નિગમન હૈયે એવું વસી જવું જોઇએ કે વિષયજન્ય સુખના માત્ર ભાગવટા કરતાં જ નહિ, પરન્તુ વિષયજન્ય સુખના ભાગની ઈચ્છા થાય અને તરત જ આ નિગમન યાદ આવે. આ નિગમન જે યાદ આવે, તે વિચાર થાય કે− હું તે બુદ્ધિમાન છું કે એવકૂફ છું ? ’ અને એમાંથી તો ઘણા ઘણા વિચારી આવે. એ વિચારોમાં, વિષયજન્ય સુખને ભાગવવાની ઇચ્છા કાં તેા નાશ પામી જાય અને કાં