________________
૪૨૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને તે એવી પાંગળી બની જાય કે-વિષયને વિજય સુલભ બની જાય. પણ જીવને આ વાત રૂચવી જોઈએ ને? પોતે સંસાર રૂપ મહા અટવીમાં અટવાઈ ગયેલો છે, ભયગ્રસ્ત. પરિસ્થિતિમાં લટકી રહ્યો છે, મૃત્યુ સમીપ આવી રહ્યું છે અને વિષયજન્ય સુખો માત્ર મધુબિન્દુ જેવાં છે, એ વિગેરે વાતે હૈયે જચવી જોઈએ ને? તમને કાંઈ સંસાર એ છે પીડતો નથી, પણ વિષયજન્ય સુખની આશામાં, વિષયજન્ય સુખના આસ્વાદમાં તમે સંસારની પીડાઓને ગણકારતા નથી. અત્યારે તો માત્ર એક જ વાત છે ને કે–મેળવાય તેટલું મેળવે અને ભગવાય તેટલું ભગવે? સદ્દગુરૂના આલમ્બનને ગ્રહણ કરાતું નથી :
મધુબિન્દુના દષ્ટાન્તમાં, એવી હકીક્ત પણ આવે છે કે–વડવૃક્ષની શાખાએ લટકી રહેલે પુરૂષ, એક દેવદંપતિ, કે જે ત્યાં થઈને વિમાનમાં પસાર થઈ રહ્યું છે, તેના જેવામાં આવે છે. એ પુરૂષની અવસ્થાને જોઈને દેવીને દયા આવે છે અને તે પિતાના સ્વામીને એ પુરૂષની રક્ષા કરવાની પ્રેરણા કરે છે. દેવીની પ્રેરણાથી દેવ વિમાનને નીચે ઉતારે છે અને પેલા પુરૂષને આલંબન આપીને વિમાનમાં લેવાને માટે હાથ લંબાવે છે. એ વખતે મધુબિન્દુઓના સ્વાદમાં લીન બનેલ પિલે પુરૂષ, દેવે આપેલા આલંબનને ગ્રહણ કરતો નથી. “આ એક ટીપું ચાખી લઉં' “આ એક ટીપું ચાખી લઉં –એમ કર્યા કરે છે અને દેવને થાકીને ચાલ્યા જવું પડે છે. એ પુરૂષ રૂપ સંસારી જીવને, દયા રૂપી દેવીની પ્રેરણાથી તારવાની ઈચ્છા સદ્દગુરૂઓને થાય છે, સદ્ગુરૂઓ એને આલમ્બન