________________
૪૨
શ્રી ભગવતીજી મૂત્રનાં વ્યાખ્યાન
ગયેલા હતા. પેલા માણસે વિચાર કર્યો કે જો હું આ કુવામાં પડતું મૂકું તે કદાચ બચી જાઉં! આમેય હવે મરવાનું તેા છે જ, પણ કુવામાં પડવાથી કદાચ બચી જવાય.'
આવા વિચાર કરીને તેણે કુવામાં પડતું મૂકયું, પણ તેના હાથમાં એક ડાળ આવી ગઈ. કુવાને કાંઠે એક વડવૃક્ષ હતું. એ વૃક્ષની એક મેાટી ડાળ કુવાના મધ્ય ભાગમાં સર્પાકારે લટકતી હતી. અચાનક એ ડાળ પેલાના હાથમાં આવી ગઇ અને એના આધારે તે લટકતા રહ્યો.
હાથીએ એ કુવાની પાસે આવીને પેાતાની શૂઢ વડે એ માણસને કુવામાંથી બહાર ખેંચી કાઢીને મારી નાખવાના વિચાર કર્યો અને તેવા પ્રયત્ન પણ કર્યાં, પણ હાથીની શ’ઢ એ માણસને આંખી શકી નહિ.
આમ તત્કાલને માટે તે પુરૂષ હાથી તરફના ભયથી તે બચી ગયા, પરન્તુ એણે નીચે કુવામાં નજર કરી તે એક માટે અજગર તેના તરફ મીટ માંડીને માં ફાડીને બેઠેલા જણાયા. ‘ હુમણાં આ મારા મેઢામાં પડે ને હમણાં હું ગળી જાઉં ?–એવી રીતિએ એ અજગર પેલા માણસને જોઈ રહ્યો હતા.
એ અજગરને જોતાં, પેલા માણસે ડાળને જોરથી પકડી અને અચવાના ઉપાય શોધવાને માટે તેણે પેાતાની નજરને આજે દોડાવી, તે તેણે ત્યાં પેાતાને તાકીને મેઠેલા ચાર ભયંકર સર્પોને જોયા. આણે અત્યાર સુધી એ સર્પાને જોયા નહેાતા, પણ સર્પાએ તો આને કયારના ય જોયેા હતો અને એથી તે સર્પી પેાતાની કૂણુાઓને ઉંચી કરીને ફુંફાડા મારી રહ્યા હતા.