________________
૧૯–નિગમનની મહત્તા :
અતુચ્છ પુચ્છ રૂપ નિગમન :
આમ જયકુંજરનાં લગભગ બધાં અંગોની વાત થઈ ગઈ. માત્ર એક અંગ ખાકી રહ્યું. જયકુંજરનું આગળના ભાગનું અંગ શૂઢ, તેમ જયકુંજરની પાછળના ભાગનું અંગ કર્યું ? પુચ્છ. ટીકાકાર મહર્ષિએ સત્તરમા વિશેષણમાં પુચ્છની વાત કરી છે. તેઓશ્રી ક્રમાવે છે કે
""
" निगमनवचनातुच्छपुच्छस्य ।
એટલે કે—જયકુંજરને જેમ અતુચ્છ એવું પુચ્છ હોય છે, તેમ શ્રી ભગવતીજી સૂત્રને પણ નિગમનવચન રૂપ અતુચ્છ એવું પુચ્છ છે.
નિગમનથી લાભ :
નિગમન કેને કહેવાય ? તમે કાઈ પણ એક અથવા તે વધુ વિષયાનું પ્રતિપાદન કર્યું અગર તેા કોઈ કથા કહી, એ બધાને અન્તે, પૂર્વે જે કાંઈ પણ કહ્યું, તેને સમેટી લઇને કથનને પૂર્ણ કરવામાં જે કહેવાય, તે નિગમન છે. એમાં વાત તે પૂર્વે જે કહેવાઈ હોય તે જ આવે, પણ ભાવ રૂપે અને સૂચન માત્ર રૂપે આવે, અથવા તેા ગ્રન્થના તાત્પર્યંના ખ્યાલ
આવે એવી રીતિએ આવે. નિગમન એટલે ઉપસંહાર, એમ પણ કહી શકાય. અન્ત ભાગમાં જે સાર દર્શાવાય, તે નિગમન.