________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૪૧૭. પણ રત્નત્રયી પમાડવાને પ્રયત્ન કરતા હતા. પણ ખામી મૂળમાં છે. તમને રત્નત્રયી કેટલી ગમે છે, એ જ અગત્યની વાત છે. તમને જે રત્નત્રયીને પામવાની ઈચ્છા હશે, તે તમે આ શ્રી ભગવતીજી સૂત્રના ચોગક્ષેમકર ગુણને લાભ લઈ શકશે; અને જો તેમ થશે, તો તમે સંસારમાં રહેશે
ત્યાં સુધી પણ, તમારા આશ્રિતોના સાચા કલ્યાણનો પ્રયત્ન કરનારા બની શકશે.
૧૮–પ્રસ્તાવનાથી અનુમાન :
પ્રસ્તાવના રૂપ પ્રચષ્ઠ ઈંદ્રઃ
આ શ્રી ભગવતીજી સૂત્રો અને ક્ષેમ રૂપ કર્ણયુગલે કરીને સહિત છે એવા પ્રકારની શ્રી ભગવતીજી સૂત્રની ઓળખ આપ્યા બાદ, જયકુંજરની સાથે શ્રી ભગવતીજી સૂત્રની ઘટના કરવા દ્વારા, આપણા હૃદયમાં શ્રી ભગવતીજી સૂત્રની મહત્તાને સ્થાપિત કરી રહેલા ટીકાકાર મહર્ષિ, શાસ્ત્રપ્રસ્તાવનામાં આગળ વધતાં, સેલમા વિશેષણ તરીકે ફરમાવે છે કે
“પ્રતાના નાના પશુપાલા”
એટલે કે જ્યકુંજર જેમ પ્રચ૭ એવી સૂંઢવાળા હોય છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્રને પણ પ્રસ્તાવનાની વચનરચના રૂપ પ્રચણ્ડ શૂઢ છે.