________________
૪૧૬
શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાને એ નાથપણાને પણ ગુમાવે અને સનાથપણાને પણ ગુમાવે. નાથ તરીકેની તમારી ફરજ બજાવો છે? - હવે ડી તમારી વાત પણ કરી લેવી પડશે ને? તમે લોકે નાથ બનવાને અને નાથે કહેવડાવવાને તે ઘણા રાજી છે, પણ નાથપણાની લાયકાતમાં મેટું મીંડું છે, એવું મોટે ભાગે દેખાય છે. પારકી જણીના નાથ બનવાને માટે તે તમે વાગતે વાજે, ઘોડે ચઢીને, ઉત્સાહભેર જાવ છો ને ? ઘરમાં છોકરે જ્યારે જન્મે છે, ત્યારે પણ પિતા બન્યાને-નાથ બન્યાને ઉત્સવ ઉજવે છે ને ? કેઈ નેકર કહે કે- આપ તે મારા નાથ છે” તે એ સાંભળવું તમને બહુ મીઠું લાગે છે ને? આટલે બધે નાથ કહેવડાવવાને અને નાથ બની બેસવાને શેખ છે, પણ નાથ તરીકેની ફરજને તમને કેટલો ખ્યાલ છે? જેના જેના તમે નાથ, તેને તેને સુખનાં સાધને મળે અને તેનાં સુખનાં સાધને ટક્યાં રહે, એવું કરવાની તમારી વૃત્તિ ખરી? તમે આજે બાયડી-છોકરાં માટે શું કરે છેતેની મને ખબર છે, પણ એમાં તમારી સ્વાર્થી વૃત્તિ કામ કરે છે કે તમારી ફરજનું તમારું ભાન કામ કરે છે? તમને પ્રતિકૂળતા પડે, તો તમે ફરજના ભાનથી કેટલું કરે, એ સવાલ છે! બાયડી-છોકરાંનું પાલન સ્વાર્થને અને મેહને આધીન બનીને થાય છે, માટે જ નેકરે પ્રત્યે એવી કાળજી રહેતી નથી. આપણે તે, આથી પણ આગળની વાત કરવી છે. તમે જેના નાથ કહેવડાવે છે, તેનું સાચું કલ્યાણ થાય, એ કેમ રત્નત્રયીને પામે, એની ચિન્તા તમને છે ખરી? શ્રાવકે એવા પણ હતા, કે જે પિતાનાં આશ્રિત પશુઓને