________________
જો ભાગ—શાસ્ત્રપ્રસ્તાવના
જગતના નાથ કહેવાય છે.
રત્નત્રચીને પામે અને પાળે-એવા ઉપકારની સર્વોત્તમતા :
ભવ્ય જગતના નાથ એવા ભગવાન, ભવ્ય જીવાને શું મેળવી આપે છે અને શાનું પરિપાલન કરે છે ? ભગવાન ભવ્ય જીવાને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્ર રૂપ રત્નત્રયી મેળવી આપે છે અને તેનું જ પરિપાલન કરે છે. રત્નત્રયીને પામી શકવાની લાયકાતવાળા જીવા રત્નત્રયીને પામી શકે અને તેમને પ્રાપ્ત થયેલ રત્નત્રયીનું તેઓ રક્ષણ કરી શકે, પરિપાલન કરી શકે એવા જ ઉપદેશ ભગવાન આપે છે. રત્નત્રયીને પામી શકે અને પાળી શકે–એવા પ્રકારના ઉપદેશ આપવા, એના જેવા આ જગતમાં બીજે કાઈ જ ઉપકાર નથી. અન્ય ઉપકારા તે અલ્પકાલીન પણ હાય, ઉપકાર થવાન થવાની ભજનાવાળા પણ હાય, પરિણામે અપકારક નિવડે એવા પણ હોય અને કદાચ વર્તમાનમાં અપકારક નિવડે—એવા ય હાય; પરન્તુ રત્નત્રયીને પામી શકે અને પાળી શકે એવા ઉપદેશના દાન રૂપ જે ઉપકાર છે, તે ઉપકાર એવા કાઈ જ દૂષણથી દૂષિત નથી. એ ઉપકારને જે ઝીલી શકે, તે આ લેાકમાં ય સુખી થાય અને તેનું ભવિષ્ય ચન્દ્રની ચઢતી કલાની જેમ ઉજ્વલ બનતું જાય. એમાં એ ભૂલે તે વાત જૂદી છે, બાકી ઉપકારમાં ખામી નહિ. માના કે—આવા ઉપકારને એક વાર ઝીલ્યા પછીથી જીવ પ્રમત્ત બની જાય, ભૂલી જાય, ગબડી જાય, તેા ય આ ઉપકાર તે એવા છે કે—એ જીવ પુનઃ અલ્પ કાલમાં જ રત્નત્રયીને પામ્યા વિના રહે નહિ. એક વાર જેણે આ ઉપકારને ઝીલ્યા, તેના
૪૧૩