________________
૪૧૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
થાય? વિદ્યાદાન સફલ થવામાં ભણનારની પણ યોગ્યતા અને મહેનત અવશ્ય જોઈએ. એવું જ મોક્ષદાનમાં છે. ભગવાને તે મોક્ષને ઉપાય બતા; પણ એ ઉપાયને યથાસ્થિતપણે જાણવા અને આચરવાને પ્રયત્ન તે આપણે જ, સંસારના જીએ જ કરવું પડે. ભગવાને મેક્ષની સાધનાની જરૂર દર્શાવી, પણ એ વાત રૂચે એવી લાયકાત અને લઘુકમિતા ન હોય, તો શું થાય ? મોક્ષ સાધવે એ જરૂરી છે એમ લાગે, પણ ભગવાને બતાવેલા મેક્ષમાર્ગ ઉપર શ્રદ્ધા પ્રગટે– એવે કર્મને ક્ષાપશમ ન હોય, તે શું થાય ? મોક્ષમાર્ગ ઉપર શ્રદ્ધા પ્રગટી, પણ એ માર્ગને આચરવા જેગો કર્મને ક્ષપશમ ન હોય, તે શું થાય?મેક્ષમાર્ગને આચરવા જેગો ક્ષપશમ હોય, પણ અપ્રમત્તભાવ આવે અને ક્ષપકશ્રેણિ મંડાય–એવું પરિણામેનું પરિબળ પામવા જેગી આતરિક અને બાહ્ય સામગ્રી ન હોય, તો શું થાય? ક્ષપકશ્રેણિ માંડી અને કેવલજ્ઞાનને ય પ્રગટાવ્યું, પણ તે પછી આયુષ્યકર્મ જેટલું બાકી હોય, તેટલો વખત સંસારમાં રહેવું જ પડે, એમાં બીજું શું થાય ? મેક્ષ તે જ્યારે સકલ કર્મોનું સંપૂર્ણપણે ક્ષીણપણું થઈ જાય, ત્યારે જ મળે ને ? આ બધું માત્ર ભવ્ય જેને માટે જ સંભવે છે. ભવ્ય જીમાં જ આવી લાયકાત હોઈ શકે છે. ભવ્ય જીને પણ કાલ પાક્યા પછીથી જ એ લાયકાત કાર્યગત બને છે. ભવ્ય જીના કાલનો પરિ પાક થયા પછીથી પણ ભવિતવ્યતા, લઘુકમિંતા, નિમિત્ત અને પુરૂષાર્થ આદિની અપેક્ષા રહે છે જ. કેઈપણ કાર્ય પાંચે ય કારણે મળવાથી જ સંભવી શકે છે. એટલે મેક્ષના દાનમાં સામેવાળા જીવને સુગ પણ જોઈએ. આથી તે ભગવાનને ભવ્ય