________________
* ૪૦૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
કરણનું સારાપણું પેદા થવું જ જોઈએ-એમાં પણ કેઈથી ના પાડી શકાય નહિ અને અન્તઃકરણના સારાપણાને પેદા કરવામાં કે સારાપણને પેદા થવામાં જે કારણ રૂપ બની શકે તેમ હેય, તેને પણ આદર કરવાની કેઈથી ના પાડી શકાય તેમ નથી. નિશ્ચયમાં સાધ્યને સમાવેશ થાય અને વ્યવહારમાં સાધનને સમાવેશ થાય. સાધ્ય વિના સાધન કિંમત વિનાનું અને સાધ્ય હેય પણ સાધન ન હોય, તો તે દરિદ્રીના મનેરથની જેમ નિષ્કલ. બને ય નનું શરણ સ્વીકારવું જોઈએ?
નિશ્ચય નય જ્ઞાનાત્મક પ્રતિપાદનવાળે છે અને વ્યવહાર નય ક્રિયાત્મક પ્રતિપાદનવાળે છે. એટલે જ, અહીં ટીકાકાર મહર્ષિએ, આ બે નયને સમુન્નત કુમ્ભોની ઉપમા આપી છે. શ્રી જૈન શાસન કિયાનિષેધક અધ્યાત્મવાળું નથી અને અધ્યાત્મનિષેધક કિયાવાળું પણ નથી. અધ્યાત્મદષ્ટિ પણ જોઈએ અને અધ્યાત્મદષ્ટિ સફળ નિવડે તેવી ક્રિયા પણ જોઈએ. આત્માને જે મૂળભૂત સ્વભાવ છે, અનન્તજ્ઞાનાદિમય એ જે સ્વભાવ છે તેને ખ્યાલ પણ જોઈએ અને વર્તમાનમાં આત્મા કર્મોના વેગથી મલિન બનેલ હેઈને આત્માને જે અનંતજ્ઞાનાદિમય સ્વભાવ છે તે આવરાએલે છે, માટે તે આવરણો ટળે એવા પ્રકારની પ્રવૃત્તિઓ પણ જોઈએ. આત્માને જડની કશી જ અસર નથી થતી, એ કયી અપેક્ષાએ અને આત્માને જડની અસર થાય છે, તે કયી અપેક્ષાએ-એ બે ય જાણવું જોઈએ. એ વિના, મેક્ષ સધાય નહિ ને મેક્ષ પમાય નહિ. આત્માને જે પિતાના મૂળભૂત