________________
४०१
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જ વ્યવહાર શિવબીજ બની શકે છે. શિવબીજ બની શકે એ પણ વ્યવહાર જ્યારે સંસારબીજ બની શકે છે, તે નિશ્ચયના નામે વ્યવહારને નિષેધ કરવાની વાત કરવા રૂપ વ્યવહાર સંસારબીજ બને, એમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ નથી. નિશ્ચયની અને વ્યવહારની વાતમાં ય તારવાની શક્તિ છે, પણ વાત સમજપૂર્વકની અને કદાગ્રહ વિનાની હોય છે! કદાગ્રહ બધાને ડે. સદાગ્રહ સદા જોઈએ અને કદાગ્રહ કદી પણ જોઈએ નહિ. ઉપેક્ષા રાખનારે ડૂબે ને અપેક્ષા રાખનારે તરે
વ્યવહાર એને એ, પણ એકને માટે એ શિવબીજ બને અને અન્યને માટે એ ભવબીજ બને, તેમાં કારણ એકને નિશ્ચય છે અને અન્યને નિશ્ચયાભાવ જ માત્ર નહિ પણ નિશ્ચયને નિષેધ છે. બાકી, શ્રી માષતુષ મુનિ વ્યવહારથી ફાવ્યા કે નહિ? પણ એમણે ગુરૂની આધીનતા કેવી સ્વીકારી હતી? તેઓ નિશ્ચય તરફ બેદરકાર નહોતા. સ્ફટિકની પાસે જે કુલ મૂકવામાં આવે, તો કુલના રંગને અનુસાર સ્ફટિક પણ લાલ, લીલું, પીળું વિગેરે દેખાય છે, કેમ કે–સ્ફટિકને એ સ્વભાવ છે. સુરતમાં સ્ફટિકની મૂર્તિઓની પાછળ રંગબેરંગી પુષ્પને ગઠવીને એવી રચના કરવામાં આવે છે કેપ્રથમ નજરે સ્ફટિકની ખબર પણ પડે નહિ. સ્ફટિકમાં જેમ રંગે દશ્યમાન થાય છે, તેમ એગ્ય આત્માને ગુરૂને ઉપદેશ ફળે છે. પવિત્ર બનવાની ભાવનાવાળા આત્માને, સ્વચ્છ બનવાની–નિર્મલ બનવાની ભાવનાવાળા આત્માને, લઘુકમ ભવ્યાભાને ગુરૂને ઉપદેશ અસર કરે છે, ગુરૂને બેધ ફળે છે.