________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૪૦૫ રથી આચરવા દે, પણ અંદરથી મલિન જ બનાવ્યા કરે. અશુદ્ધ વ્યવહારને માટેને શુદ્ધ વ્યવહાર, એ વસ્તુતઃ શુદ્ધ વ્યવહાર જ નથી. શુદ્ધ વ્યવહાર આન્તરિક ને બાહ્ય શુદ્ધિને માટે જ જોઈએ. એ નિશ્ચય વિના બને નહિ. અભવ્ય બીચારો વ્યવહારનિષ્ણાત બનવા છતાં પણ તરતો નથી, નિશ્ચય વિના! વ્યવહાર શિવબીજ પણ બને ને ભવબીજ પણ બને
નિશ્ચયની અવગણના કરનારા અને વ્યવહારમાં જ સર્વસ્વને સ્થાપનારા પણ મહા અજ્ઞાનિઓ જ છે. કહ્યું છે કે
'व्यवहारप्रतिभासो दुर्णयकृतबालीशस्य भवबीजं व्यवहार चरणं पुनरनभिनिविष्टस्य शिवबीजम् ।'
વ્યવહારને પ્રતિભાસ સંસારનું બીજ બને છે. વ્યવહારને પ્રતિભાસ, એટલે માત્ર વ્યવહારનું જ પોષણ કરવામાં આવે એ જે વ્યવહાર, તે સંસારનું બીજ થઈ જાય છે. વ્યવહારની આચરણ હોય, પણ એને જ આગ્રહ ન હોય તો એ જ વ્યવહાર શિવબીજ રૂપ બની જાય છે. તાત્પર્ય એ છે કે-વ્યવહારના કે નિશ્ચયના એકેયના કદાગ્રહી નહિ બનવું જોઈએ. જ્યાં સુધી કાર્ય ન બને, પરિપૂર્ણ ફળ ન મળે, ત્યાં સુધી કારણને વળગી રહેવું જોઈએ ને? એટલે વ્યવહારને વળગવું એ આવશ્યક તો છે જ, પણ વ્યવહારને જે સાધન સમજીને વળગે હેય, તે નિશ્ચયની-સાધ્યની શોધમાં જ રહે અને એને વ્યવહાર તે તારક જ નિવડે. હું તે એવાના વ્યવહારની વાત કરી રહ્યો છું, કે જે નિશ્ચયની શોધમાં નથી અને માત્ર વ્યવહારને જ કદાગ્રહી છે. એવાને વ્યવહાર, એવાને માટે, સંસારનું બીજ બને છે. કદાગ્રહ વિનાનાને એ