________________
४०४
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને રૂ૫ ગણ્ડસ્થલેથી, એકાન્તવાદને તજનારા અને સ્વાદ્વાદમાં સ્થાપિત થનારા બને છે. શ્રી ભગવતીજી સૂત્રના જ્ઞાનને પામેલાની પાસે, એકાન્તવાદ ટકી શકતું જ નથી. જેમ નિશ્ચયના એકાન્ત આગ્રહી નહિ બનવું જોઈએ, તેમ વ્યવહારના પણ એકાતે આગ્રહી નહિ જ બનવું જોઈએ. વ્યવહાર હોય અને નિશ્ચય ન હોય, તો પણ અર્થ સરતો નથી. કેટલાક અભ પણ પદ્ગલિક સુખની લાલસાથી શુદ્ધ વ્યવહારવાળા બને છે. એમની કરણી એવી પણ હોઈ શકે છે કે–દેખાવમાં કઈ એની ખામી બતાવી શકે નહિ. અભવ્ય કદાચ એવી પણ કરણ કરે, કે જે કરણ ગણધરભગવાન શ્રી ગૌતમસ્વામિજીની કરણને પણ મ્હાત કરે, એવી હોય. હવે છે કાંઈ બાકી ? પણ તત્વને નહિ જાણનારાએ જ એને મહત્વ આપે. ત્યાં વ્યવહાર માત્ર છે અને નિશ્ચયનું નામેય નથી, એટલે એ વ્યવહાર મોક્ષસાધક બનવાને બદલે મેક્ષરોધક બને. એમાં દેષ વ્યવહારને નથી, પણ નિશ્ચયના અભાવને છે અથવા તે કુનિશ્ચયને છે. અભવ્યથી અનેક ભવ્ય તરે, એ પ્રતાપ વ્યવહારને છે અને એ નામદાર કોરો ધાક્કોર છે એટલે મેલે ને મેલો જ રહે, એ પ્રતાપ એનામાં સુનિશ્ચય નથી આવ્યો એને છે. આમ તો, જગતમાં નિશ્ચય ને વ્યવહાર ચાલુ છે, પણ સમ્યજ્ઞાન દ્વારા જે નિશ્ચય થાય, તે જ સાચે નિશ્ચય કહેવાય. એ નિશ્ચય વ્યવહારને શુદ્ધ બનાવ્યા વિના રહે જ નહિ. શુદ્ધ નિશ્ચય શુદ્ધ વ્યવહાર માગે છે. જેને નિશ્ચય શુદ્ધ વ્યવહારને માગે નહિ, તેને નિશ્ચય એ વસ્તુતઃ નિશ્ચય જ નથી. સમ્યજ્ઞાનના અભાવમાં નિશ્ચય થાય પૌગલિક સુખની રમણતાને. એ નિશ્ચય શુદ્ધ વ્યવહારને બહા