________________
ખીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
એવા આત્મામાં નિશ્ચયનું જ્ઞાન વિશેષ નથી, છે વ્યવહારમાં, પણ વ્યવહારના કદાગ્રહ નથી તેા તે ક્રમશઃ કેવલજ્ઞાનને પણ પામી શકે છે. ચાવત્ સંપૂર્ણતયા કર્મને ક્ષય કરી શકે છે અને આત્માને સ્વસ્વરૂપમાં લાવીને સ્થાપી શકે છે. સ્વમાં અથવા ગુરૂમાં નિશ્ચય છે જેમને, તે, તે આશ્રયે, વ્યવહારને આચરતા મેાક્ષફળને મેળવી શકે છે. મતલબ કે કેવલ વ્યવહારમાં હાય અને નિશ્ચયમાં ન જ હોય, તે તે મગમાં કારડું જેવા હોય છે. એમને વ્યવહાર તારી શકતા નથી. ભગવાનનાં દર્શન મેાક્ષને માટે કરવાં જોઇએ, એ લાગણી, એ નિશ્ચયના અંશ છે. એમાંથી એકની ઉપેક્ષા કરનારા ડૂબે છે, જ્યારે અપેક્ષા રાખનારા તરે છે. ભગવાનના અનુયાયી એટલે અપેક્ષાવાદી. આવા અપેક્ષાવાદ આવે, ત્યારે જ આત્મા કેવલાસ્વાદ મેળવે છે અને આત્માને આબાદ બનાવે છે. નિશ્ચય અને વ્યવહાર–એ બન્નેની વચ્ચે પરસ્પર કાર્યકારણભાવના સંબંધ પણ છે. શુદ્ધ નિશ્ચય શુદ્ધ વ્યવહારને લાવે અને શુદ્ધ વ્યવહાર પણ નિશ્ચયને પામવામાં કારણુ ખની શકે.
૪૦૭